રાજ્યના આ શહેરમાં 1000 ઓકિસજન બેડ અને સાત્વિક ગુણવતાયુકત ભોજન સાથે હોસ્પિટલ માટે યુધ્ધના ધોરણે કામ શરૂ

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યા સામે દર્દીઓની સારવાર માટે ઓકસીજનયુકત બેડની સંખ્યા વધારવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્રએ યુધ્ધના ધોરણે ચાલું રાખી છે. રાજકોટની સમરસ હોસ્ટેલના બ્લોકની માળખાગત વ્યવસ્થાઓનો ઉપયોગ કરી તમામ બીલ્ડીંગોમાં ઓકસીજન પહોચાડવાની પડકારજનક કામગીરી તંત્રની રાત દિવસની મહેનતના અંતે પૂર્ણ થવામાં છે. સમરસમાં બે ચાર દિવસોમાં ૧૦૦૦ ઓકસીજન વાળા બેડ તૈયાર થશે. હાલ ૫૮૨ બેડનું સેટઅપ તૈયાર થયું છે .હાલ ૪૮૨ દર્દીઓ સારવાર હેઠળ છે. નવા દર્દીને તાત્કાલીક સારવાર મળી જાય છે. રાજકોટના લોકોએ ગભરાવવાની જરૂર નથી. દર્દીઓ માટે મેડીકલ સુવીધા વધારવા વરીષ્ઠ અધિકારીઓની ટીમ સરકારના સંપર્ક રહીને કામકરી રહી છે.

ડે. કલેકટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રોજ 100 બેડ તૈયાર થાય છે, હાલ ૫૮૨ ઓકિસજન બેડનું સેટઅપ કાર્યરત હાથ ધરાયું છે. તમામ દર્દીઓ માટે શુધ્ધ અને સાત્વિક ગુણવતાયુકત ભોજન અને નાસ્તાની સેન્ટ્રલી વ્યવસ્થા કરવામાં આવી છે.

કલેકટર શ્રી રેમ્યા મોહન દ્વારા સમગ્ર જિલ્લામાં કોરાનાના વધતા દર્દીઓની સારવારની વ્યવસ્થા માટે સતત માર્ગદર્શન, તબીબો, હોસ્પિટલ તંત્ર સારવારમાં પુરો સમય આપી શકે તે માટે મેનેજમેન્ટ વ્યવસ્થામાં રેવન્યુ અધિકારીઓ ખડે પગે સેવામાં ઉભા રહ્યા છે.

રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ અને સમરસમાં નોડલ અધિક કલેકટરશ્રી મેહુલ દવેની દેખરેખ હેઠળ થઇ રહેલી કામગીરીની વિગતો આપતા ડે .કલકેટરશ્રી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમરસમાં ૧૦૦૦ ઓકસીજનયુકત બેડ કોરોનાના દર્દીઓ માટે તૈયાર થઇ રહી છે. રોજ ૧૦૦ બેડ તૈયાર થાય એ રીતે સમરસમાં રાત દિન કામગીરી ચાલી રહી છે. ૫૮૨ બેડનું સેટઅપ તૈયાર થઇ ગયુ છે. ૪૮૦ દર્દીઓ સારવાર મેળવી રહયા છે. દર્દીઓની સંખ્યા વધી છે. છતા વ્યવસ્થામાં કોઇ કમી નથી.

તમામ દાખલ થતા દર્દીઓને વેલકમ કિટ આપવામાં આવે છે. દર્દીઓને શુધ્ધ અને સાત્વીક ભોજન અને નાસ્તો દિવસમાં ૪ વખત આપવામાં આવે છે. સમરસમાં આ માટે સેન્ટ્રલી રસોડું પુરી સ્વછતા સાથે બનાવવામાં આવ્યું છે. દર્દીઓની સારવાર માટે દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલ્બ્ધ છે. રેમડેસિવીર ઇનજેકશન પણ પુરતા પ્રમાણમાં ઉપલ્બ્ધ છે. દર્દીના સગાઓને દર્દી વિશેની માહિતી મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ કામગીરીમાં ડે.કલેકટર શ્રી ગોહિલ ઉપરાંત ડે.કલેકટર શ્રી દેશાઇ અને મામલતદાર શ્રી કથીરીયા સહિતના અધિકારીઓ સેવા આપી રહયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *