શું તમે જાણો છો? વિશ્વનાં એવા 5 દેશ, જ્યાં રહેવા માટે સરકાર સામેથી પૈસા આપે

Published on: 5:04 am, Wed, 23 January 19

અવાર નવાર લોકોને નવા નવા દેશ અને શહેરમાં ફરવાની ઇચ્છા થતી હોય છે. વિશ્વમાં કેટલાક એવા પણ શહેરો છે જ્યાં રહેવા માટે સરકાર સામેથી પૈસા આપે છે. ત્યારે હંમેશાં ફવા માટે શોખીન એવા ગુજરાતીઓ માટે તો આવા સમાચાર વધુ ધ્યાન ખેંચે તેવા છે. તો અમે તમને વિશ્વના આવા જ શહેરો વિશે જણાવી રહ્યાં છીએ.

કેનેડા, નાયગ્રાફૉલ

દુનિયાભરમાંથી લોકો નાયગ્રા ફૉલને જોવા માટે ઉમટી પડે છે. નાયગ્રાફૉલ કેનેડા અને અમેરિકાની સૌથી સુંદર અને ઉંચો પાણીનો ધોધ છે.

અહી ગ્રેજ્યુએટ લોકોને પણ સરકાર બિઝનેસ શરૂ કરવા માટે પૈસા આપે છે. પરંતુ તેના માટે શર્ત એવી છે કે, બે વર્ષ બાદ સરકાર દ્વારા આપવામાં આવેલા પૈસાને હપ્તાના હિસાબથી ચુકવવા પડે છે.

કેનેડા, સસ્કેચેવાન

કેનેડાના સસ્કેચેવાન શહેરમાં રહેનારા લોકોમાંથી જે પણ ગ્રેજ્યુએટ હોય છે તેને સરકાર 20 હજાર ડૉલર આપે છે. સરકાર આ પૈસા લોકોને તેમનો પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આપે છે.

સ્પેન, પોનગા

સ્પેનના આ નાના અને સુંદર શહેરને જોવા માટે પ્રવાસી દૂર-દૂરથી મોટી સંખ્યામાં આવે છે. અહીંની સરકારે આ ગામ માટે એક ખાસ કાયદો બનાવ્યો છે. જેને કારણે આ ગામમાં રહેનારા દરેક કપલને સરકાર પૈસા આપે છે.

અમેરિકા, ડેટ્રોઇટ મિશિગન

અમેરિકાના આ નાના શહેરમાં કામ નહીં મળતા લોકો પલાયન કરી રહ્યા છે. જેને કારણે અહીંની વસ્તી ઘટી રહી છે.

સરકારે અહીં વસ્તીને ટકાવી રાખવા માટે એક નવી યોજના જાહેર કરી છે. જેમાં જે વ્યક્તિ અહીં રહેશે તેને પોતાનું કામ શરૂ કરવા માટે સરકાર દ્વારા કેટલીક રકમ આપવામાં આવશે.

નેધરલેન્ડ, એમ્સટરડેમ

નેધરલેન્ડનું આ સૌથી સુંદર શહેર હ્યૂમેનિટિઝ અને સોશિયલ સાન્યસના અભ્યાસ માટે દેશ-વિદેશમાં જાણીતું છે. અહીં રહેનારા દરેક વ્યક્તિને સરકાર દ્વારા 67 હજાર રૂપિયા આપવામાં આવે છે.