સરકારે સુરતીઓને ફરીથી ઉલ્લુ બનાવ્યા, 30 જાન્યુઆરીએ શરૂ નથી થવાની ઇન્ટરનેશનલ ફલાઇટ, વાંચો રિપોર્ટ

સુરત ગુજરાતનું બીજા નંબરનું મેટ્રો સિટી છે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ બાદ હવે સુરત ડિફેન્સ સિટી પણ બની ગયું છે. પરંતુ સુરત અને હજી પણ…

સુરત ગુજરાતનું બીજા નંબરનું મેટ્રો સિટી છે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ બાદ હવે સુરત ડિફેન્સ સિટી પણ બની ગયું છે. પરંતુ સુરત અને હજી પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ ની રાહ જોવી પડી રહી છે. 2011થી સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ની લડતો ચલાવી રહી છે. માંડ માંડ સિક્યુરિટી ડિપોઝિટ લઈને સરકારે નેશનલ ફ્લાઇટ વધારી તો આપી છે, પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ ના નામે વારંવાર સુરતવાસીઓને લોલીપોપ અપાઈ રહી છે.

થોડા મહિના અગાઉ ચૂંટણીમાં લાભ ખાટવા માટે ઓક્ટોબરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ની માન્યતા મળી જશે અને દુબઇની ફ્લાઇટ શરૂ થઈ જશે તેવી વાતો ફેલાવવામાં આવી હતી. તેવી જ રીતે ફરી એકવાર આવતી ૩૦મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદીના હસ્તે ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ થશે અને સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ નો દરજ્જો મળશે તેવી વાતો રહી હતી.

હદ તો ત્યાં સુધી થઈ ગઈ જ્યારે નવસારીના સાંસદશ્રીએ ભારે ઉત્સાહમાં સુરત એરપોર્ટ પર પોતાના નામ સાથે નું એક નાનું એવું સ્ટેન્ડ બનાવી દીધું અને તેને બસ સ્ટેન્ડ જાહેર કરી દીધું અને સાથે એમ પણ લખ્યું કે સુરત એરપોર્ટ હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. ત્યારે એરપોર્ટ ખાતે એક બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેથી શહેરીજનોને સુવિધા મળી રહેશે. પરંતુ આ સ્ટંટ સી.આર.પાટીલને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવા માટે કારગર નીવડયો અમુક સુરતીઓએ તો સાંસદને આવું કરવું તે ઉતાવળિયો નિર્ણય કહી દીધું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ જાન્યુઆરીએ સુરત એરપોર્ટ પર આવવાના તો છે. પરંતુ સુરત એરપોર્ટના ટર્મીનલ ને મોટુ કરવા માટેના કામનું ખાતમુરત કરવા માટે પરંતુ હરખઘેલા થયેલા સત્તાધીશોએ આ કાર્યક્રમની વધુ પડતી જ પબ્લિસિટી કરીને જનતાને ગુમરાહ કરવાનું બાકી રાખ્યું ન હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 2011માં તત્કાલીન યુપીએ સરકાર વિરુદ્ધ સુરતના એરપોર્ટ મળવામાં અન્યાય થાય છે તેવી વાત મૂકીને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ એરપોર્ટમાં ઘૂસી જઈને એર ઈન્ડિયાનું પ્લેન રોક્યું હતું. જેમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ, સુરતના સાંસદ દર્શના જરદોશ, પૂર્વ મંત્રી નાનુ વાનાણી, પૂર્વ મેયર રાજુ દેસાઈ સહિત અન્ય 45 ભાજપી આગેવાનો નો સમાવેશ થતો હતો. આ વાતને સાત વર્ષ વીતી ગયા છતાં ભાજપ શાસકો ભૂલી ગયા છે કે કેન્દ્ર અને રાજ્યમાં કોની સરકાર છે અને સુરતવાસીઓને સતત અન્યાય કરી રહ્યા છે.

અમારી ટીમના ધ્યાને સુરત એરપોર્ટ પર થતી ગતિવિધિઓ નો રિપોર્ટ મેળવ્યો ત્યારે જ આ હકીકત બહાર આવી કે ૩૦ જાન્યુઆરીએ સુરત થી શારજાહની કોઈ જ ફ્લાઇટ શરૂ થવાની શક્યતાઓ નથી. આમ સુરતીઓને ફરી એકવાર સત્તાધીશોએ ફરી એક વાર સત્તાધીશોએ માત્ર દિવસના તારા જ બતાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *