206 વાર સિંગલ ડોનર પ્લેટલેટ્સ, 8 વાર પ્લાઝમા અને 25 વાર રક્તદાન કરી સમાજ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત સુરતના રક્તદાતા શ્રીધરભાઈ

World Blood Donor Day, Sridharbhai from Surat: કાર્લ લેન્ડસ્ટેઇનરના સન્માનમાં તારીખ 14મી જૂને વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થઈ હતી. આ વર્ષની વિશ્વ રક્તદાન દિવસ (World Blood Donation Day)ની થીમ ‘ગીવ બ્લડ (Give blood), ગીવ પ્લાઝ્મા (Give plasma), શેર લાઈફ (Share life), શેર ઓફન છે, ત્યારે સુરતના આવા જ એક શિક્ષક રક્તદાતા શ્રીધરભાઈ (blood donor Sridharbhai) કોન્ટ્રાક્ટર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

રક્તદાતા શ્રીધરભાઈ સાતેહ વાત કરતા તેમણે જણાવ્યું કે, વર્ષ 2005માં પિતાને એક સાથે આઠ યુનિટ જરૂર પડતા રક્તનું સાચું મૂલ્ય જાણવા મળ્યું, ત્યાર પછી સુરતની વિવિધ બ્લડ બેન્કમાં અને રક્તદાન કેમ્પમાં અત્યાર સુધી 206 વાર સિંગલ ડોનર પ્લેટલેટ્સ, આઠ વાર પ્લાઝમા અને 25 વખત રક્તદાન કર્યું છે. સિંગલ ડોનર પ્લેટલેટ્સ એ આપણી મરજી મુજબના સમયે આપી શકતા નથી, એટલે જે તે બ્લડ બેંકમાં સ્વૈચ્છિક રક્તદાન માટે દાતાએ નામ નોંધણી કરાવવી જોઈએ.

શ્રીધરભાઈએ વધુમાં કહ્યું હતું કે, શિક્ષક હોવાના નાતે વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેતા હોવાથી કોલેજ ટ્યુશનના વિદ્યાર્થીઓ પ્રેરિત થઈને રક્તદાન કરી રહ્યા છે. રક્તદાનમાં કેટલીક વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ છે. રક્તની સાથે સિંગલ ડોનર ફ્લેટ્સના દાતાઓએ સમયાંતરે ડોનેટ કરતું રહેવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *