Hardik Pandya out of World Cup 2023: વર્લ્ડ કપ-2023 વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ તેનું સ્થાન લેશે. બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે હાર્દિકને ઈજા થઈ હતી. તે પોતાની ઓવરનો પૂરો ક્વોટા પણ ફેંકી શક્યો નહોતો. હાર્દિક પંડ્યાનું(Hardik Pandya out of World Cup 2023) ટુર્નામેન્ટમાંથી બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.
હાર્દિકે ટીમને સંતુલન આપ્યું છે. તે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવે છે અને ટીમને છઠ્ઠા બોલરનો વિકલ્પ પણ આપે છે. હાર્દિક ઘાયલ થયા બાદ સૂર્યકુમાર યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 49 રનની મહત્વની ઈનિંગ રમી હતી.
ઈજાના કારણે હાર્દિક ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે રમી શક્યો ન હતો. બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટને વિશ્વાસ હતો કે હાર્દિક સેમીફાઈનલ માટે ફિટ થઈ જશે, જેના માટે ભારત ક્વોલિફાય થઈ ગયું છે, પરંતુ હવે તે સમયસર સ્વસ્થ થવામાં નિષ્ફળ રહ્યો છે. આશા હતી કે હાર્દિક 10-15 દિવસમાં સાજો થઈ જશે, પરંતુ તેમ થયું નહીં.
કૃષ્ણને જાણો
કૃષ્ણાની વાત કરીએ તો તે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ODI સિરીઝમાં ટીમનો ભાગ હતો. તેના નામે 33 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. જોકે, પ્લેઇંગ 11માં તેની જગ્યા મળવાની શક્યતાઓ ઓછી છે. કૃષ્ણા અત્યાર સુધી 17 ODI મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 29 વિકેટ ઝડપી છે. આ તેનો પહેલો વર્લ્ડ કપ હશે.
ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. રોહિત બ્રિગેડે 7 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. તેના 14 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ટીમ ઈન્ડિયાએ 2 નવેમ્બરે શ્રીલંકાને 302 રને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાની લીગ તબક્કામાં બે મેચ બાકી છે. 5 નવેમ્બરે કોલકાતામાં તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. તે જ સમયે, 12 નવેમ્બરે તેનો સામનો નેધરલેન્ડ સામે થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube