વાલીઓ ચેતજો! બરબાદ થઇ રહ્યું છે ગુજરાતનું યુવાધન- અમદાવાદમાં સસ્તી નશાકારક દવાઓનો પર્દાફાશ, 30 હજાર ટેબલેટ જપ્ત

cheap narcotic drugs was seized in Ahmedabad: ગુજરાત રાજ્યના મહાનગરોમાં ડ્રગ્સના સેવનની સાથે નશાકારક પ્રતિબંધિત દવાઓનો પણ વેપલો ધમધમી રહ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં નશા માટે ઉપયોગમાં લેવાતી અને સસ્તા દરની દવાઓના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી કરતા સગા ભાઇ-બહેનની SOG પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓ અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં નશાનકાર દવાઓ(cheap narcotic drugs was seized in Ahmedabad) વેચી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. સસ્તા નશા તરીકે ખુબ જ પ્રખ્યાત આ દવાનું વેચાણ કરતા સુરજભાન રાજપૂત અને રૂક્ષ્મણી રાજપૂતની કાલે ધરપકડ કરવામાં આવી છે.

વ્યક્તિ એકથી 2 દિવસ સુધી ઘેનમાં રહે છે
મળતી માહિતી અનુસાર,એકી સાથે ચાર-પાંચ ગોળીઓ લેવાથી નશા સાથે ઘેન પણ ચડે છે અને મગજને શાંત કરતી દવાઓના ભારે ડોઝથી નશો પણ ખુબ ચડે છે. વધુમાં હેરોઇન ડ્રગ જેવી અસર કરતી આ દવાઓની ઘાતક ન્યુરોલોજિકલ અસર દેખાઈ છે. એટલું જ નહીં વ્યક્તિ એકથી 2 દિવસ સુધી ઘેનમાં જ રહે છે. આ સસ્તી દવાઓના ભારે પ્રમાણમાં સેવનની ગંભીર માનસિક અસર થતી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

30 હજાર નશાકારક ટેબલેટ કબ્જે કરાઈ
SOG પોલીસે આરોપીઓની તપાસમાં 30 હજાર જેટલી નશાકારક ટેબલેટ પકડી પાડી છે. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નશાકારક દવાઓનો મોટેભાગે શ્રમિકો અને રીક્ષાચાલકો તેનો ઉપયોગ કરતા હતા. આ દવાના એકી સાથે ત્રણથી ચાર ગોળીઓ ગળવામાં આવે તો નશો થતો હોવાથી મોટાપાયે દવાનો વેપારો ચાલી રહ્યો હતો. માત્ર 35 રૂપિયામાં નશો આપતી આ દવાને જપ્ત કરી પોલીસે તપાસ કરતાં ઝડપાયેલા ભાઇ-બહેન અસારવાથી રવિ નામના યુવક પાસેથી ખરીદતા હોવાનું સામે આવી રહ્યું છે.

એટલું જ નહીં, આ તમામ દવાઓનું બિલ વિના મેડિકલ સ્ટોરથી વેચાણ કરવામાં આવતું હોવાનું આરોપીઓએ પોતે પણ સ્વિકાર કર્યું છે.સમગ્ર મામલે પોલીસે આ દવાઓ કોણ કોણ બિલ વિના વેચાણ કરી રહ્યું છે તેને લઇને તપાસ શરૂ કરી છે. શરીર માટે અતિજોખમી આ દવાઓનો દુરૂપયોગ ન થાય તે માટે ખાનગી ન્યુગ મીડિયા આ દવાઓનું નામ નથી બતાવી રહ્યું. સમગ્ર મામલે SOG પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *