યુક્રેનની નતાલિયામાં ધબકી રહ્યું છે ગુજરાતના આ યુવકનું દિલ, જતા-જતા યુવકને આપતો ગયો નવજીવન

સુરત(ગુજરાત): સુરતને દાનવીરોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આજે 29મી સપ્ટેમ્બર, જે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં અત્યારસુધી 47 જેટલાં હૃદયનાં…

સુરત(ગુજરાત): સુરતને દાનવીરોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આજે 29મી સપ્ટેમ્બર, જે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં અત્યારસુધી 47 જેટલાં હૃદયનાં દાન થયાં છે. જે પૈકી માત્ર સુરતની ડોનેટ લાઈફ મારફત 36 જેટલા હાર્ટનું ડોનેશન કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમે તમને આં લેખમાં એ જણાવશું કે, કેવી રીતે ગુજરાતના આ યુવકનું હદય ધબકે છે યુક્રેનની યુવતીમાં.

જણાવી દઈએ કે, વર્ષ 2017માં રવિ દેવાણી નામના મૂળ સુરતના અને અમદાવાદમાં રહીને નોકરી કરતા યુવકનું અકસ્માતને કારણે બ્રેન હેમરેજ થવાથી મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેમનાં પરિવારજનોની સલાહ અનુસાર તેમને અંગ દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પહેલા તો તેઓ માત્ર કિડની આપવાનું વિચારી રહ્યા હતા. પરંતુ, સુરતના ડોનેટ લાઈફ NGOના નિલેશભાઈ માંડલેવાલાનો સંપર્ક કરવાથી કિડની, હૃદય, આંખ, પેન્ક્રિયાઝ ફેફસાંનું પણ દાન કર્યું હતું.

ભારતમાં થતા અંગદાન માટે કેટલીકવાર વિદેશના દર્દીઓ પણ અલગ-અલગ અંગ મેળવવા માટે ભારત સરકારને અપીલ કરતા હોય છે. જો દાનમાં આવેલા અંગ રાજ્ય કે દેશમાં કોઈ દર્દીમાં ફિટ ન બેસતાં હોય તો આવા કિસ્સામાં તે અંગો વિદેશના દર્દીઓને ફાળવવામાં આવે છે. જેઓ ભારતમાં સારવાર લઇ રહ્યા હોય. જે પૈકી રવિ દેવાણીનું હૃદય 27 વર્ષની યુક્રેનની રહેવાસી નતાલિયાની ફાળવવામાં આવ્યું હતું. કારણ કે, નતાલિયા એ સમયે ભારતમાં પોતાની સારવાર કરાવી રહ્યાં હતાં. જેથી આ દરમિયાન, રવિનું હૃદય નતાલિયાને મળ્યું અને આજે તેઓ સફળ જીવન જીવી રહ્યાં છે.

રવિ દેવાણીના પિતા ઠાકરશી દેવાણીએ જણાવ્યું હતું કે, આજે તેમનો દીકરો ભલે ન હોય પરંતુ, એ વાતનો તેમને આનંદ છે કે તેમનો દીકરો જતાં-જતાં અન્ય લોકોને નવું જીવન આપતો ગયો. મોટી વાત એ છે કે, તેનું હૃદય આજે વિદેશમાં ધબકી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જેમને હૃદય મળ્યું તે યુક્રેનની નતાલિયા સાથે તેમના પણ ગાઢ સંબંધ છે. અવારનવાર તેમની પરિવાર સાથે વાતચીત થયા કરે છે અને બંને એકબીજાનાં સુખ-દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરે છે.

યુક્રેનની નતાલિયાને ભારતમાંથી હૃદય મળવાથી યુક્રેનની સ્થાનિક મીડિયા સંસ્થા મારફત ઓર્ગન ડોનેશન સંદર્ભે જાગૃતિ આવે તે માટે રવિ દેવાણીનાં માતા-પિતાને યુક્રેન બોલાવ્યાં હતાં. જ્યાં તેમનો ઇન્ટરવ્યુ પણ પ્રસારિત કરવામાં આવ્યો. તેમના માટે ખાસ હિન્દી સમજી શકે એવી વ્યક્તિને પણ આપવામાં આવ્યો હતો. ઠાકરસિંહ દેવાણીનું કહેવું છે કે આ પ્રસંગ તેમના માટે ગર્વ સમાન હતો અને જીવનભર મહત્ત્વપૂર્ણ યાદગીરી બની રહેશે. કારણ કે, યુક્રેનમાં તેમને ખૂબ માન-સન્માન મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *