કાર ડિવાઇડર સાથે અથડાઈને ભમરડાની જેમ ફરવા લાગી- જુઓ અરવલ્લીનો દિલધડક મોતનો વિડીયો

અરવલ્લી(Aravalli): આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દરરોજ અકસ્માત (Gujarat road accidents)ના અનેક બનાવો બનતા હોય છે. આ દરમિયાન, અરવલ્લીના ભિલોડામાં થયેલા કાર અકસ્માત(Accident)ના સીસીટીવી ફૂટેજ(Bhiloda car accident CCTV) સામે આવ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કાર ધડાકાભેર રોડના ડિવાઇર સાથે અથડાઈ જાય છે અને બાદમાં કાર પલટીને ભમરડાની જેમ રોડ પર ફરવા લાગે છે.

મળતી માહિતી મુજબ, ભિલોડાની બજારમાં એક કાર ડિવાઇડર સાથે ટકરાઈને પલટી ગઈ હતી. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કારની ઝડપ ખૂબ વધારે છે. કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ડિવાઇડર સાથે ટક્કર બાદ કાર સીધી પલટી ગઈ હતી. આ બનાવમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યું છે કે, કાર શામળાજી તરફથી ભિલોડા તરફ આવી રહી હતી. આ અકસ્માત વહેલી સવારે ખાલી બજારમાં બન્યો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો દિવસ દરમિયાન આ બનાવ બન્યો હોત તો વધારે જાનહાની થઈ શકતી હતી. આ મામલે પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માત વહેલી સવારે 5:23 વાગ્યાની આસપાસ બન્યો હતો. જ્યારે આ અકસ્માત થયો ત્યારે સામેની બાજુએ બીજું એક વાહન પણ પસાર થઈ રહ્યું હતું. અકસ્માત થતા આસપાસના લોકો એકઠા થયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં એકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *