India Squad WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત- 29 બોલમાં 71*રન ફટકારનાર ખેલાડીની 15 મહિના બાદ થઇ વાપસી

WTC Team India Announcement: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણે(Ajinkya Rahane)ની ટીમમાં વાપસી થઈ છે. તે જ સમયે, સૂર્યકુમાર…

WTC Team India Announcement: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણે(Ajinkya Rahane)ની ટીમમાં વાપસી થઈ છે. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav)ને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જસપ્રીત બુમરાહ(Jasprit Bumrah) ફીટ ન હોવાને કારણે ટીમમાં સ્થાન મળ્યું નથી.

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. વિશ્વભરના તમામ ક્રિકેટ ચાહકોની નજર આ બ્લોકબસ્ટર ફાઇનલ મેચ પર છે.

WTC Final Team India Announcement:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે એલ રાહુલ, કે એસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ

BCCIએ આજરોજ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ ટીમમાં સૌથી મહત્વની બાબત અજિંક્ય રહાણેની વાપસી હતી. IPLમાં રહાણે સારા એવા ફોર્મમાં ચાલી રહ્યો છે.

જાણો રહાણેને કેમ મળી તક?

વાસ્તવમાં, સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં અજમાવ્યો હતો. જ્યારે શ્રેયસ ઐયર ફીટ નથી. જ્યારે રહાણેનું આ IPLમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. 34 વર્ષીય અજિંક્ય રહાણેએ ચેન્નાઈના પ્રદર્શનમાં શાનદાર ભૂમિકા ભજવી છે.

રહાણેએ IPLમાં મચાવી ધૂમ:

રહાણેએ અત્યાર સુધી આ IPLમાં પાંચ મેચમાં 199.04ના સ્ટ્રાઈક રેટથી 209 રન બનાવ્યા છે. આ સિઝનમાં કોઈપણ બેટ્સમેનનો આ સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. તેની બેટિંગ જોઈને ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ પણ આશ્ચર્યચકિત છે. કેકેઆર સામેની મેચમાં રહાણેએ જે પ્રકારની બેટિંગ કરી તે ખરેખર આશ્ચર્યજનક હતી. તે મેચમાં રહાણેએ 29 બોલમાં 71 રનની ઈનિંગમાં એવા શોટ્સ બનાવ્યા, જેણે એબી ડી વિલિયર્સની યાદ અપાવી. મુંબઈ સામેની મેચમાં પણ રહાણેએ 27 બોલમાં 61 રન બનાવ્યા હતા.

રહાણે છેલ્લી ટેસ્ટ ક્યારે રમ્યો હતો?

રહાણેએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં તેણે પ્રથમ દાવમાં 9 રન અને બીજા દાવમાં 1 રન બનાવ્યા હતા.

અજિંક્ય રહાણેનો ટેસ્ટ રેકોર્ડઃ

રહાણેએ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે કુલ 82 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેણે 4931 રન બનાવ્યા છે. તેની એવરેજ 38.52 છે. રહાણેના નામે 12 સદી અને 25 અડધી સદી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 188 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *