જે સચિન ન કરી શક્યો, એ તેના દીકરાએ કરી બતાવ્યું- IPLમાં ઈતિહાસ રચી પૂરું કર્યું પિતાનું સપનું

Arjun Tendulkar took first wicket in IPL: જો વાત કરવામાં આવે તો ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર(Sachin Tendulkar)ના દીકરા અર્જુન તેંડુલકરને IPL 2023ની આ સીઝનમાં…

Arjun Tendulkar took first wicket in IPL: જો વાત કરવામાં આવે તો ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર(Sachin Tendulkar)ના દીકરા અર્જુન તેંડુલકરને IPL 2023ની આ સીઝનમાં રમવાની તક મળી છે. કહેવાય છે ને મોરના ઈંડાને ચીતરવા ના પડે તેમ અર્જુને મંગળવારના રોજ એટલે કે ગઈકાલે રાત્રે IPLમાં તેની બીજી સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) સામેની આ મેચમાં તેણે તેની પોતાના કરિયરની પ્રથમ IPL વિકેટ લીધી હતી.

મહત્વનું છે કે, ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર તેના જમાનાના બેસ્ટ ક્રિકેટર છે, પરંતુ IPLમાં તેમના નામે એક પણ વિકેટ નથી.

વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ હૈદરાબાદની ટીમે શાનદાર બેટિંગ કરતાં એક સમયે લક્ષ્યની નજીક પહોંચીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. હૈદરાબાદને મેચની છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી અને તેની બે વિકેટ બાકી હતી. ત્યારબાદ રોહિત શર્માએ બધાને ચોંકાવી દીધા અને બોલ અર્જુન તેંડુલકરને સોંપવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, અર્જુનના હાથમાં બોલ આવતાની સાથે જ સ્ટેડિયમમાં સચિન-સચિનના નારા સંભળાવવા લાગ્યા હતા, તો કેટલાક લોકો અર્જુન-અર્જુનના નારા પણ લગાવી રહ્યા હતા. આ સમયે અર્જુન તેંડુલકર પણ કોઈને નિરાશ કરવા માંગતો ના હતો. છેલ્લી ઓવરમાં અર્જુન તેંડુલકરે શાનદાર બોલિંગ કરી હતી. શાનદાર આઉટ સ્વિંગ બોલના આધારે બેટ્સમેનોને પરેશાન કર્યા હતા અને માત્ર ચાર રન જ આપ્યા હતા. આ દરમિયાન અબ્દુલ સમદ રનઆઉટ થયો હતો અને હૈદરાબાદની માત્ર એક જ વિકેટ બચી હતી.

ત્યારબાદ, ઓવરના પાંચમા બોલ પર તે ક્ષણ આવી, જેની દરેક લોકો રાહ જોઈને બઠા હતા. અર્જુન તેંડુલકરે ભુવનેશ્વરને એક શાનદાર યોર્કર લેન્થ બોલ ફેંક્યો હતો, ભુવનેશ્વર કુમાર શોટ ચૂકી ગયો અને બોલ બેટની બહારની કિનારી લઈને સીધો એક્સ્ટ્રા કવરમાં ઉભેલા કેપ્ટન રોહિત શર્માના હાથમાં ગયો અને IPLમાં અર્જુન તેંડુલકરને પ્રથમ વિકેટ મળી હતી. મહત્વનું છે કે, 23 વર્ષીય Arjun તેંડુલકરે મેચમાં 2.5 ઓવરમાં 18 રન આપીને એક વિકેટ લીધી હતી.

અમે તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકરે પોતાના IPL કરિયરમાં કેટલીક ઓવર ફેંકી હતી પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી વખત વિરોધી બેટ્સમેનોને આઉટ કરનાર સચિન તેંડુલકર IPL માં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. પરંતુ તેમના પુત્ર દ્વારા તેમનું એ સપનું ચોક્કસપણે પૂર્ણ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *