હાલમાં કોરોનાની મહામારીમાં ડોક્ટર જ ધરતી પર સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોવાનું લોકો અનુભવ કરી રહ્યા છે. એવામાં કોરોના મહામારીની વચ્ચે પણ ડોક્ટરો બીજાં ગંભીર પ્રકારની બીમારીઓથી પીડાતાં દર્દીઓને નવજીવન બક્ષી રહ્યા છે. એવામાં દુનિયાનું સૌથી ક્રિટિકલ 14મું સફળ ઓપરેશન અમદાવાદ ખાતે કરવાંમાં આવ્યું છે. અમદાવાદમાં એક બાળક જન્મથી જ અન્નનળી વગર જન્મયો હતો. અને બાળકને ખોરાક આપવો એ અશક્ય હતો. પરંતુ અમદાવાદની ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરોએ ક્રિટિકલ ઓપરેશન કરીને બાળકને નવું જીવન પ્રદાન કર્યું હતું.
ખેડામાં રહેતાં અને ફળ વેચતાં યુવકનાં ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો હતો. જોડિયાં બાળકોનાં જન્મની ખુશી લાંબો સમય ન ચાલી. કારણકે, તેમાંથી એક બાળક તંદુરસ્ત હતું, જ્યારે બીજા બાળકની સ્તિથી ખુબ જ ક્રિટિકલ હતી. ખુશીનાં વાતાવરણમાં પણ સમગ્ર પરિવારમાં દુઃખની લાગણી ફેલાઈ ગયેલી જોવાં મળી હતી. બીજા બાળકને જન્મથી જ અન્નનળીનાં 2 ભાગ હતા. એટલે કે જેવો તે દૂધ પીવે કે સીધું જ બહાર નીકળી જતું હતું.
અને આ પરિસ્થિતિ બાળકનાં જીવ માટે ખુબ જ ગંભીર હતી. ત્યારપછી બાળકનો જીવ બચાવવા માટે આ પરિવાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં બાળકને લઈને આવ્યા હતા. નાજુક બાળક પર ઓપરેશન કરવું ખુબ જ ગંભીર બાબત હતી. અને ખોરાક વગર જીવવું પણ અશક્ય હતું. આવા સમયે ડોકટરે અન્નનળીની જગ્યાએ એક પાઇપ મૂકીને ખોરાક શરૂ કરાવ્યો. 8 મહિના પછી સમય આવ્યો બાળકનાં ઓપરેશનનો. બાળકના શરીરમાં અન્નનળી નાખવાનું ઓપરેશન 2.5 કલાક સુધી ચાલ્યું હતું.
તમને જાણીને નવાઈ થશે પરંતુ આખાં વિશ્વમાં આટલાં ક્રિટિકલ ઓપરેશન માત્ર 13 જ થયા છે, તેવો દાવો અમદાવાદના ડોક્ટરે કર્યો છે. અને આખાં વિશ્વનું આ 14મું ક્રિટિકલ ઓપરેશન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. જો કે, ડોક્ટરોને લીધે બાળકને નવજીવન મળતાં જ આખાં પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news