શું તમે 26 પૈડાવાડી કાર ક્યારેય જોઈ છે, જેના પર હેલિકોપ્ટર લેન્ડિંગ પણ થઈ શકે અને કારમાં સ્વિમિંગ પુલ પણ હોય તો સાથે 5 સ્ટાર હોટલ જેવી મજા પણ માણી શકો અને તે પણ વિશ્વની સૌથી લાંબી કાર હોય. જોકે આવી કાર સપનામાં પણ યાદ ન આવે. આજે એવી અનોખી કાર વિશે જાણીશું જેના વિશે આશ્ચર્ય પામી જવાય…
લિમોઝીન કાર
આ દુનિયાની સૌથી લાંબી કાર છે. આ લિમોઝીન કાર કોઇ સાધારણ લિમોઝીન કરતાં ઘણી લાંબી છે.
કેલીફોર્નિયાના કસ્ટમ કાર ગુરુ Jay Ohrberg દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી આ લિમોઝીનની લંબાઇ 100 ફૂટ છે.
1980ના દશકમાં બનેલી કારને ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાની સૌથી લાંબી કાર તરીકે સર્ટિફાઇડ પણ કરવામાં આવી છે.
કારની વિશેષતા
આ કારમાં 26 વ્હીલ, એક જકૂઝી, ડ્રાઇવિંગ બોર્ડ, કિંગ સાઇઝ વોટર બેડ અને એક હોલીકોપ્ટર લેંડિંગ પેડ આપવામાં આવ્યું છે.અમેરિકન ડ્રીમ નામની આ સૌથી લાંબી કાર છે.
કારનું ઇન્ટીરિયર કોઇપણ 5 સ્ટાર હોટલ જેવું છે અને તેમાં તમાર પ્રકારની સુવિધાઓ છે.લિમોઝીનને સરળતાથી ડ્રાઇવ કરી શકાય છે પરંતુ તેને વળાવવી ઘણી મુશ્કેલ છે. તેમાં બંને બાજુ કેબિન ડ્રાઇવર કેબિન આપવામાં આવી છે અને તેને બંને બાજુથી ચલાવી શકાય છે.
અમેરિકન ડ્રીમનો પ્રમોશનલ વ્હીકલ તરીકે ઉપયોગ કરવા માટે એક કંપનીને લીઝ પર આપવામાં આવી હતી પરંતુ લીઝના અંતમાં આ કારને ન્યૂ જર્સીના વેરહાઉસમાં મુકી દેવામાં આવી.2012માં આ કાર એક હરાજીમાં જોવા મળી ત્યારે આ કારને ઘણા સમારકામની જરૂર હતી.
ખરાબ બૉડી, છતમાં ગાબડા, તૂટેલી બારીઓ અને કાટ ખાઇ ગયેલા જકૂઝીને જોઇને લાગી રહ્યું હતું કે હવે આ કાર કોઇ કામની નથી.2014માં આ કારને ન્યૂયોર્કના ઑટો ઑટોમેટિવ ટીચિંગ મ્યીઝિયમે ફરીથી યુઝ કરવાનું વિચાર્યુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.