સોનાની અદ્ભુત કારીગરી અને પીળા હીરાથી તૈયાર થઇ દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ- કિંમત સાંભળી આંખે અંધારા આવી જશે

મિત્રો, સામાન્ય રીતે ઘડિયાળનો ઉપયોગ સમય જોવા માટે થાય છે, પરંતુ હાલના સમયમાં ઘડિયાળ શોખ બની ગઈ છે. સમય બતાવતી ઘડિયાળ કિંમત હજારો, લાખો નહિ પરંતુ કરોડોમાં પહોચી છે. મિત્રો, આજના સમયમાં લોકો શોખ પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહ્યા છે. ત્યારે હાલ એવા સમાચાર સામે આવ્યા છે, જેને સંભળાતા જ આંખે અંધારા આવી જશે.

એક કંપનીએ ૧૬૪ કરોડની ઘડિયાળ બનાવી છે. મિત્રો, આ સાંભળીને તમને થશે આ ઘડિયાળ જ છે ને… કે પછી ‘ટાઈમ મશીન’. પરંતુ તમને જણાવી દઈએ કે, આ કોઈ સમાન્ય ઘડિયાળ નથી, આ ઘડિયાળ પીળા હીરા અને સોનાથી બનેલી ખાસ ઘડિયાળ છે.

જેકબ એન્ડ કંપનીએ સોમવારે જીનીવામાં વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળનું અનાવરણ કર્યું, જેને બિલિયોનેર ટાઈમલેસ ટ્રેઝર કહેવાય છે. ઘડિયાળની કિંમત $20 મિલિયન છે. ભારતીય ચલણ મુજબ વાત કરીએ તો, આ ઘડિયાળની કિંમત થશે 164 કરોડ રૂપિયા… મિત્રો, તમે વિચારો 164 કરોડ રૂપિયામાં શું ન આવે… પરંતુ અહિયાં માત્ર એક ઘડિયાળની કિંમત 164 કરોડ રૂપિયા છે.

કંપનીએ આ ઘડિયાળમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પીળા હીરા સમાવિષ્ટ કરવા માટે વિશ્વભરમાં સાડા ત્રણ વર્ષ ગાળ્યા. જેકબ એન્ડ કો.ની બિલિયોનેર ઘડિયાળોની પ્રથમ રંગીન પથ્થરોમાંથી તૈયાર કરવામાં આવી હતી, તેમાં સંપૂર્ણ રંગ એકરૂપતા, ગુણવત્તા અને તેજસ્વીતાના રત્નોની જરૂર હતી.

880 કેરેટના વજનના ખરબચડા પીળા હીરાને હજારો કલાકોની મહેનતથી એસ્શર કટમાં ફરીથી આકાર આપવામાં આવ્યો હતો. અંતિમ પરિણામ 216 કેરેટથી વધુ વજનના 425 રત્નો છે, જે એક સીમલેસ મોઝેકમાં મૂકવામાં આવ્યા છે. 164 કરોડ રૂપિયાની આ ઘડિયાળમાં 216 કેરેટથી વધુ વજનના 425 રત્નો છે, જે આ ઘડિયાળને આકર્ષિત બનાવે છે.

આ ઘડિયાળમાં ખાસ વાત છે, ઘડિયાળમાં લાગેલા પીળા હીરા… ફેન્સી પીળા હીરાએ આ ઘડિયાળને અનોખો લુક આપ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે, સફેદ હીરા કરતા પીળા હીરા ઘણા દુર્લભ છે. સામાન્ય રીતે આ હીરા મળવા ઘણા મુશ્કેલ છે, અને જો મળે તો તેની કિંમત કરોડોમાં હોય છે. જેકબ એન્ડ કંપની ટીમ માટે આ ઘડિયાળ તૈયાર કરવી એ સૌથી મોટો પડકાર હતો. પરંતુ વર્ષોની મહેનતે આજે રંગ લાવી છે, અને વિશ્વભરમાં તેમની કારીગરીની ખુબ પ્રશંસા થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *