કુદરતે મચાવ્યો કહેર- અહિયાં વરસાદ અને વીજળી પડવાથી 14 લોકોના મોત

ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. તાપમાન વધવા સાથે વાતાવરણ ગરમ રહે છે. તે જ સમયે, તમિલનાડુ, કેરળ અને આસામ સહિત…

ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. તાપમાન વધવા સાથે વાતાવરણ ગરમ રહે છે. તે જ સમયે, તમિલનાડુ, કેરળ અને આસામ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં, આસામ(Assam)માં હવામાનમાં એવો વળાંક આવ્યો કે રાજ્યમાં ભારે વાવાઝોડા(Storm) અને ભારે વરસાદ(Heavy rain)ને કારણે ઘણું નુકસાન થયું છે.

આસામ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ઘટનાઓમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, રાજ્યમાં કુદરતના કહેર, વાવાઝોડા અને વીજળીના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 15 એપ્રિલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં જોરદાર વાવાઝોડા અને વરસાદ સાથે હવામાન બદલાયું હતું. રાજ્યના ગોલપારા, બરપેટા, ડિબ્રુગઢ, નલબારી જિલ્લામાં ભારે તોફાન અને ભારે વરસાદને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. આ સાથે માર્ગો પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. વાવાઝોડા દરમિયાન વીજ લાઈનોને પણ નુકસાન થયું હતું અને થોડા સમય માટે પુરવઠાને અસર થઈ હતી.

દરમિયાન, હવામાન વિભાગે આજે એટલે કે 17 એપ્રિલે પણ વરસાદ ખાબકશે તેવી આગાહી કરી છે. IMD અનુસાર, અરુણાચલ પ્રદેશ, આસામ, કેરળ, તમિલનાડુમાં વરસાદની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *