હાલ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઝારખંડ (Jharkhand)ના રામગઢ(Ramgarh) જિલ્લામાં એક વ્યક્તિની લાશ કૂવામાં તરતી મળી આવી હતી. આ મૃતદેહને ધાબળામાં વીંટાળીને પથ્થરોથી બાંધીને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે પરિવાર સાથે વાત પણ કરી હતી. મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે પિતા ઘણા દિવસોથી ગુમ હતા અને તેમના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પરંતુ, પોલીસે મૃતકની પત્ની અને પુત્રની કડક પૂછપરછ કરતાં સત્ય બહાર આવ્યું હતું. જેમાં પુત્રએ જ માતાની મદદથી પિતાની હત્યા કરી હતી.
મૃતદેહ જોઈને ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી:
હકીકતમાં, જિલ્લાના કુજુ ઓપી વિસ્તારના દિગવાર ગામના લોકોએ 26 ડિસેમ્બરની સાંજે કુવામાં મૃતદેહ હોવાની કુજ્જુ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી હતી. મૃતદેહને ધાબળામાં વીંટાળીને ભારે પથ્થરોથી બાંધીને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હતો. આનાથી પોલીસને સ્પષ્ટ થઈ ગયું કે વ્યક્તિએ આપઘાત કર્યો નથી. આ હત્યાનો મામલો છે.
તેથી આ અંગે પોલીસે જણાવ્યું હતું કે લાશ લગભગ એક સપ્તાહ જૂની છે. આ દરમિયાન મૃતકની ઓળખ 55 વર્ષીય શિવનારાયણ કુશવાહ તરીકે થઈ હતી, જે ગામમાંથી જ ગુમ થયો હતો. જ્યારે તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પુત્ર ગણેશ કુશવાહ પાસેથી માહિતી લીધી હતી. ત્યારે પુત્રએ પોલીસને જણાવ્યું કે પિતા શિવનારાયણ લગભગ એક અઠવાડિયાથી ગુમ હતા. ત્રણ દિવસ પહેલા મેં કુજ્જુ ઓપી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે મૃતકની પત્નીની પણ પૂછપરછ કરી હતી.
પોતાના જ શબ્દોમાં ફસાઈ, હત્યાની કબૂલાત:
ત્યારે પોલીસ પુત્ર ગણેશ અને મૃતકની પત્નીની વાત પર વિશ્વાસ કરી શકી નહીં. મૃતકને કોઈની સાથે દુશ્મની હોવાનો પણ ઉલ્લેખ નથી. આ અંગે પોલીસે પુત્ર અને પત્નીની કડક પૂછપરછ કરી હતી. બંને પોતપોતાની વાતમાં ફસાઈ ગયા. આ દરમિયાન બંને ભાંગી પડ્યા અને શિવનારાયણની હત્યા કર્યાની કબૂલાત કરી.
દીકરી પણ બધું જાણતી હતી:
ભાઈ અને માતા પકડાયા બાદ મૃતક શિવનારાયણની પુત્રીએ પોલીસને જણાવ્યું કે પિતા તેની માતાને ખૂબ મારતો હતો. તે દારૂના નશામાં ઘરે આવતો હતો અને તેની માતાને ત્રાસ આપતો હતો. આ કારણોસર ભાઈએ તેની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપી માતા-પુત્રની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.