દુનિયાનો સૌ પ્રથમ 108MP રિઅર કેમેરાવાળો શોઓમીનો સ્માર્ટફોન ‘Mi નોટ 10’ યુરોપમાં લોન્ચ થયા બાદ જાન્યુઆરી 2020માં ભારતમાં લોન્ચ થશે. ચાઈનીઝ ટેક વેબસાઈટ ગિઝમોચાઈનાના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જાણવામાં આવ્યું છે કે આ ફોન લોન્ચ થતાની સાથે દરેક મોબાઈલનું માર્કેટ તોડી નાખશે.
ડબલ નેનો સિમ કાર્ડ સપોર્ટવાળા ફોનમાં 6.47 ઇંચની ફુલ HD + OLED ડિસ્પ્લે હશે. સાથે-સાથે ફોનમાં MIUI 11 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પણ જોવા મળશે. ફોનમાં ઓક્ટાકોર કવૉલકોમ સ્નેપડ્રેગન 730g પ્રોસેસર ઈન બિલ્ટ હશે. ફોનમાં 6GB ની રેમ અને 128GBનું સ્ટોરેજ આપવામાં આવશે.
પહેલીવાર ચીનમાં આ મોબાઈલ ફોનનું વેચાણ 11 નવેમ્બરથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. ફોનનાં ડાર્ક નાઈટ ફેન્ટમ, આઈસ એન્ડ સ્નો અરોરા અને મેજિક ગ્રીન કલર વેરિઅન્ટ ચીનમાં લોન્ચ થયા છે. જોકે ભારતમાં તેને કઈ કિંમત સાથે અને કયા વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે તેની કોઈ ચોક્કસ માહિતી કંપની દ્વારા જાહેર કરવામાં આવી નથી.
કેમેરા સેટઅપ
ચીનમાં લોન્ચ થયેલાં આ ફોનમાં પાંચ રિઅર કેમરા સેટઅપમાં 108MPનો પ્રાઈમરી કેમેરા, 20MPનો 117 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ, 12MP (શૉર્ટ ટેલિફોટો લેન્સ વિથ 2X ઝૂમ), 8MP (લોંગ ટેલિફોટો લેન્સ વિથ 50Xઝૂમ) અને એક મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, GPS, વાઈફાઈ 802.11, બ્લુટૂથ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનમાં 5260mAhની બેટરી આપવામાં આવી છે, જે 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.