દુનિયામાં એવી ઘણી પ્રજાતિઓ છે, જેના વિશે વિશ્વના ઘણાં લોકો અજાણ છે. તેમના રિવાજો, પરંપરાઓ અને સંસ્કૃતિ વિષે પણ આપણે જાણતા નથી. આજે અમે તમને એક એવી માન્યતા જન્વવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. તેમની આ માન્યતાઓ વિશે જાણ્યા પછી, કોઈ પણ વિશ્વાસ કરી શકશે નહીં કે આ જાતિ શા માટે આવું કરે છે.
મળતી માહિતી મુજબ, એક એવી જાતિ પ્રકાશમાં આવી છે જેનું નામ છે યાનોમામી. આ જાતિને યનમ અથવા સિનેમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જનજાતિ આજકાલના આધુનિકીકરણ અને પશ્ચિમીકરણથી પ્રભાવિત નથી,પરંતુ તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરે છે. આ જ કારણ છે કે, આ જનજાતિ પોતાની રીતે જ જીવવાનું પસંદ કરે છે.
આ જનજાતિમાં અંતિમ સંસ્કાર કરવાની રીત ખૂબ જ વિચિત્ર છે. આ આદિજાતિમાં પોતાના જાતિના મૃત લોકોનું માંસ ખાવાની એક અનન્ય પ્રથા છે. યાનોમામી જનજાતિનું માનવું છે કે, મૃત્યુ પછી શરીરની આત્માને સાચવવાની જરૂર છે. તેઓ માને છે કે, આત્માને ત્યારે જ શાંતિ મળે છે જ્યારે તેનો મૃતદેહ સંપૂર્ણ રીતે સળગી જાય અને તમના સંબંધીઓ દ્વારા તેમના શબને ખાવામાં આવે છે.
મૃતકોની પરંપરાગત દફન પ્રક્રિયાથી વિપરીત, આ જનજાતિઓ મૃતદેહોને બાળી નાખે છે અને સળગાવેલા શરીર પર એક મુસ્કાન(સ્માઈલ) સાથે તેના ચહેરા પેઈન્ટ કરે છે. આટલું જ નહીં, તેઓ ગીતો ગાય છે અને સંબંધીના મોત પર રડતા રડતા દુઃખ વ્યક્ત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.