રાજ્યમાં આવેલ સુરત શહેરની ફક્ત 10 વર્ષની સુરતી ગર્લ એ સૌથી નાની ઉંમરમાં સૌથી વધારે પુસ્તકો વાંચવા બદલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સર્ટિફિકેટ મેળવીને સુરતનું નામ કિડ્ઝ વિશ્વ રેકોર્ડમાં સોનેરી અક્ષરોએ લખીને દેશનાં ગૌરવમાં વધારો કર્યો છે. ચાર્વી ડોરાએ ફક્ત 4 વર્ષમાં 2000થી વધારે પુસ્તકો વાંચીને આ રેકોર્ડ બનાવ્યો છે.
રેકોર્ડ બનાવનાર ચાર્વી હવે 1000 પુસ્તકો આંગણવાડીઓમાં દાન કરશે. ચાર્વી જણાવે છે કે, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન USA દ્વારા વર્ષ 2020માં 2000 પૈકી 41 પુસ્તકોમાંથી પુછાયેલ પ્રશ્નોનાં ઉત્તર આપ્યા પછી આ વિશ્વ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આટલું જ નહીં પણ બાળકોમાં વાંચનને લઈ જાગૃતતા લાવવા બદલ તેમની માતાને ઇનસ્પાયરીંગ હ્યુમન કેટેગરીમાં સર્ટિફિકેટની સાથે સન્માનિત કરાતા તેમની ખુશીમાં વધારો થયો છે.
અબ્દુલ કલામના પુસ્તકો ચાર્વીના પસંદગીના પુસ્તકો રહ્યા:
ચાર્વીની માતા જ્યોતિબેન જણાવે છે કે, એકની એક દીકરી ચાર્વી ધોરણ-2થી જ વાંચન સાથે સંકળાયે છે. આજદિન સુધીમાં 2000 થી વધારે પુસ્તકો વાંચી કાઢ્યા છે કે, જેમાં વૈજ્ઞાનિક, સાહિત્યકાર, શિક્ષણ તેમજ નોન શિક્ષણ સહિતના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવે છે. વાંચનમાં પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલ મેન અબ્દુલ કલામના પુસ્તકો ચાર્વીના પસંદગીના પુસ્તકો રહ્યા છે. વાંચનની સાથે જ ચાર્વીને ચેસ, સ્વિમિંગ, ગીત ગાવા અને ડ્રોઈંગનો શોખ રહેલો છે.
પિતાએ દીકરીના ટેલેન્ટમાં હંમેશા પીઠબળ આપ્યું:
ચાર્વીના પિતા રોહિત ડોરા કહે છે કે, તેઓ ફેસિલિટી મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે. દીકરીના ટેલેન્ટમાં હંમેશા પીઠબળ આપ્યું છે પરંતુ સૌથી વધારે સમય તથા મહેનત એક માતા એટલે કે તેમની પત્ની જ્યોતિ કરતી આવી છે. જ્યોતિ ફક્ત દીકરી ચાર્વી માટે જ નહીં પરંતુ બાળકોમાં વાંચનની જાગૃતતા આવે એ માટે કાર્ય કરી રહી છે એટલે જ્યોતિને પણ ઇનસ્પાયરીંગ હુમન કેટેગરીમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવી છે.
પરીક્ષણ પછી ચાર્વીને વર્લ્ડ રેકોર્ડ હાંસલ થયો:
વર્ષ 2020નાં નવેમ્બર માસમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના સભ્યો સુરત આવ્યા ત્યારે 2000 પુસ્તકોમાંથી 41 પુસ્તકો પસંદ કરીને ચાર્વીને સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સવાલોના ચાર્વીએ સાચા જવાબો આપ્યા હતા. જેનું જજ તથા સાક્ષીઓની હાજરીમાં લાઈવ રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી USA મોકલાયું હતું. પરીક્ષણ કર્યા પછી જ ચાર્વીને સૌથી નાની ઉંમરમાં સૌથી વધારે પુસ્તકો વાંચવા બદલ વર્લ્ડ રેકોર્ડ હાંસલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.