આવતીકાલે જન્મદિવસ હતો અને આજે અકસ્માતમાં ગુમાવ્યો જીવ- કારમાં આગ લગતા અંદર જ ભડથું થયો યુવક

હાલમાં અકસ્માતના વધતા કેસોમાં ગાંધીનગર જિલ્લાના દહેગામના સોલંકીપુરા પાટીયા પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં કારમાં લાગેલી આગમાં બાયડના તેનપુર ગામનો 25 વર્ષના યુવાન સળગીને ભડથું થઈ ગયો હતો. આ બનાવના પગલે દહેગામ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામે રહેતો કિશન રાજેશભાઈ પટેલ પોતાની સ્વીફટ કાર લઈને મિત્રને મળવા માટે ચિલોડા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન દહેગામના સોલંકીપુરા પાટીયા પાસે આગળ જતી ટ્રકની પાછળ કિશનની કાર ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત થતા કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને જોતજોતામાં ડીઝલ કારમાં કોઈ કારણોસર સ્પાર્ક થતાં આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માત બાદ અચાનક કારમાં આગ લાગતા આસપાસના ગ્રામજનો તેમજ વાહન ચાલકો ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ, ઓટોમેટીક કારના દરવાજા બંધ થઈ જવાના કારણે કારના દરવાજા ખુલી શક્યા ન હતા. જેના કારણે થોડી મિનિટોના ગાળામાં જ આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં કિશન આગમાં બળી ગયો હતો.

આગની તીવ્ર જ્વાળાઓના કારણે કમનસીબે તેને બચાવી શકાયો ન હતો. આ ઘટનાની જાણ થતા દહેગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. જેમાં કિશન પણ જીવતો સળગી ગયો હતો. આ ઘટનાની જાણ થતા દહેગામ પોલીસ મથકના અમલદાર જે.કે.રાઠોડ પોતાના કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.

પોલીસે અકસ્માત અંગે પરિવારજનોને જાણ કરતા યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જેમના આક્રંદથી સમગ્ર વાતાવરણમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે પોલીસે જણાવ્યું કે, કિશન બાયડથી ગાંધીનગર કાર લઈને આવી રહ્યો હતો ત્યારે આકસ્માત સર્જાયો હતો. અકસ્માત થયા બાદ ટ્રકનો ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો.

કિશન પટેલનો 18મી તારીખે જન્મદવિસ હતો. પરંતુ, કિશન જન્મદિવસની ઉજવણી કરે તેના એક દિવસ પહેલા જ પોતાની કારમાં ગાંધીનગર આવી રહ્યો હતો. ત્યારે દહેગામ નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા કારમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કિશનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *