પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અમેરિકામાં એવો એકરાર કર્યો હતો કે હા, અમે અલ કાયદાને આતંકવાદની તાલીમ આપી હતી પરંતુ અમેરિકના કહેવાથી આપી હતી એવો વળતો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી કાર્યક્રમના બીજા-ત્રીજા દિવસે અમેરિકા પહોંચેલા ઇમરાને ફરી એકવાર અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સમક્ષ જમ્મુ કશ્મીરનું ગીત છેડ્યું હતું. પરંતુ ટ્રમ્પે એને કાને ધર્યું નહોતું. એટલે ઇમરાન ખાન અકળાયો હતો.
ન્યૂયોર્કમાં કાઉન્સિલ ફોર ફોરેન રિલેશનમાં બોલતાં ઇમરાન ખાને એવો દાવો પણ કર્યો હતો કે 9/11ના આતંકવાદી હુમલા પછી અમે અમેરિકા પર વિશ્વાસ રાખીને આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકાને સાથ આપ્યો હતો પરંતુ અમે એમ કરીને બહુ મોટી ભૂલ કરી. સરવાળે અમારે વધુ સહન કરવાનું આવ્યું અને દુનિયા આખી એવું કહેતી થઇ ગઇ કે પાકિસ્તાન આતંકવાદનું જનક છે. અમેરિકાને સાથ આપવાથી પાકિસ્તાનને 200 અબજ ડૉલર્સનું નુકસાન થયું.
ઇમરાને કહ્યું કે અમેરિકાએ સમજવું જોઇએ કે પાકિસ્તાન આતંકવાદી કેમ બન્યું. 9/11ના હુમલા પછી અફઘાનિસ્તાનમાં રશિયા સામે લડવા પાકિસ્તાને અમેરિકાને સાથ આપ્યો. એ પાકિસ્તાનની બહુ મોટી ભૂલ સાબિત થઇ. 1989માં રશિયા અભઘાનિસ્તાન છોડી ગયું. ત્યારબાદ અમેરિકા પણ અફઘાનિસ્તાન છોડી ગયું. અમે સલવાઇ ગયા. હવે અમને વગોવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.