“સ્ત્રીઓ કપડાં ન પહેરે તો પણ…” ભર સભામાં Baba Ramdev ના નિવેદનથી નીચું જોઈ ગઈ મહિલાઓ, વિરોદ્ધ થતા માફી માંગતા કહ્યું…

યોગ ગુરુ બાબા રામદેવે (Baba Ramdev) મહિલાઓના પહેરવેશને લઈને કરેલી વાંધાજનક ટિપ્પણી બદલ માફી માંગી છે. મહારાષ્ટ્રના રાજ્ય મહિલા આયોગે રામદેવને નોટિસ જારી કરીને તેમની પાસેથી ખુલાસો માંગ્યો છે. હવે કમિશનના ચેરપર્સન રૂપાલી ચકાંકરે પુષ્ટિ કરી છે કે બાબા રામદેવે પોતાના કહેવા પર માફી માંગી લીધી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રૂપાલીએ કહ્યું કે, “પંચે બાબા રામદેવને નોટિસ મોકલીને મહિલાઓ વિરુદ્ધના તેમના વાંધાજનક નિવેદન પર ખુલાસો માંગ્યો હતો. તેના જવાબમાં તેણે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે.”

રિપોર્ટ અનુસાર, કમિશનને આપેલા લેખિત જવાબમાં Baba Ramdev એ કહ્યું કે તેમનો ઈરાદો મહિલાઓનું અપમાન કરવાનો નહોતો. યોગ ગુરુ કહે છે કે થાણેમાં આયોજિત કાર્યક્રમનો હેતુ મહિલા સશક્તિકરણ હતો, તેમનું અપમાન કરવાનો નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના એક કલાકના વીડિયો સ્પીચમાંથી થોડીક સેકન્ડની ક્લિપ કાઢીને વાયરલ કરવામાં આવી હતી અને તેમની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી.

શું હતું નિવેદન?
તાજેતરમાં Baba Ramdev એ મહારાષ્ટ્રના થાણેમાં આયોજિત યોગ શિબિરમાં હાજરી આપી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે મંચ પર હાજર હતા. ત્યાં હાજર મહિલાઓને સંબોધતા રામદેવે કહ્યું…

“કાર્યક્રમમાં હાજર મહિલાઓ તેમની બેગમાં સાડી લઈને આવી હતી. સવારે યોગનો કાર્યક્રમ શરૂ થયો હતો. ત્યારપછી બપોરનો કાર્યક્રમ શરૂ થયો હતો. તેઓ સાડી પહેરીને પણ સારી લાગે છે. તેઓ સલવાર સૂટમાં પણ સારી લાગે છે અને જો ન પહેરતી હોય તો પણ સારી લાગે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *