યોગગુરૂ રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડ ડ્રગ – કોરીનિલ, કોવિડ -19 ની સારવાર તરીકેકારગત છે તેવો દાવો કરાયો હતો જેને સરકારે ફગાવ્યો હતો, ત્યારે આ દવાના નામને લઈને મદ્રાસ હાઈકોર્ટએ પતંજલિને વધુ એક આંચકો મળ્યો છે અને કંપનીને ટ્રેડમાર્ક થયેલા નામ ‘કોરોનિલ’ નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ન્યાયાધીશ સી.વી. કાર્તિકેયને 30 જુલાઈએ ચેન્નાઈ સ્થિત કંપની અરૂદ્ર એન્જિનિયરિંગ લિમિટેડની અરજી પર વચગાળાના આદેશ જારી કર્યો હતો. અરૂદ્ર એન્જિનિયરિંગ લિમિટેડે જણાવ્યું હતું કે ‘કોરોનિલ’ 1993 થી તેનું ટ્રેડમાર્ક છે. કંપનીના જણાવ્યા મુજબ, તેણે 1993 માં ‘કોરોનિલ -212 એસપીએલ’ અને ‘કોરોનિલ -92 બી’ ની નોંધણી કરી હતી અને ત્યારબાદ તેનું વર્ષોવર્ષ નવીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ કંપની ભારે મશીન અને જંતુનાશિત એકમોને સાફ કરવા માટે કંપની રસાયણો અને સેનિટાઇઝર્સનું ઉત્પાદન કરે છે. કંપનીએ કહ્યું, “હાલના સમયમાં, આ ટ્રેડમાર્ક પરનો અમારો અધિકાર 2027 સુધી માન્ય છે.” પતંજલિએ કોરીનિલ રજૂ કર્યા પછી, આયુષ મંત્રાલયે 1 જુલાઈએ કહ્યું હતું કે કંપની ડ્રગને રોગ પ્રતિરોધક તરીકે વેચી શકે છે, નહીં કે કોવિડ -19 ની સારવાર માટે.
કંપનીએ આ ટ્રેડમાર્કને વૈશ્વિક ગણાવી છે. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે તેના ગ્રાહકો ભેલ અને ઈન્ડિયન ઓઇલ જેવી કંપનીઓ છે. પોતાનો દાવો સાબિત કરવા અરજદારે કોર્ટમાં 5 વર્ષનું બિલ પણ રજૂ કર્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કંપનીએ કોર્ટમાં કહ્યું કે પતંજલિ દ્વારા વેચાયેલી દવાનું નિશાન તેની કંપની જેવું જ છે. વેચાયેલા ઉત્પાદનો જુદા જુદા હોઈ શકે છે, પરંતુ ટ્રેડમાર્ક સમાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news