ઉત્તરપ્રદેશ: યોગી સરકાર દ્વારા (Yogi government) આ દિવાળી (Diwali) પર ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) ના ઝૂંપડપટ્ટીવાસીઓને મોટી ભેટ આપવામાં આવી છે. સરકારી જમીન પર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આ જગ્યાએ બહુમાળી ઈમારતો બનાવીને પાકાં મકાનો ફાળવવામાં આવશે.
હજાર રૂપિયાની નજીવી ફી લઈને પાકા ઘરની ફાળવણી કરાશે:
ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે આયોજિત થનાર વિધાનસભાની ચૂંટણીને લઈ ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધીઓ વધારે તેજ થઈ રહી છે. આની વચ્ચે યોગી સરકાર દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકોને દિવાળી પર મોટી ભેટ આપવામાં આવી છે. સરકારી તથા જમીન પર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આ જગ્યાએ બહુમાળી ઈમારતો બનાવીને પાકા મકાનો આપી દેવામાં આવશે જયારે આ ઘરની ફાળવણી માટે હજાર રૂપિયાની નજીવી ફી લેવાશે.
યોગી સરકારે કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી:
CM યોગી આદિત્યનાથે ગુરુવારની કેબિનેટ બાય-સર્ક્યુલેશનમાં આ પ્રસ્તાવને પરવાનગી આપી દેવામાં આવી હતી. બેઠકમાં CM યોગીએ આની માટે શહેરી વિકાસ વિભાગ, ઉત્તર પ્રદેશ ઇન સિટુ સ્લમ રિડેવલપમેન્ટ પોલિસી-2021ની દરખાસ્તને પરવાનગી આપી દેવાઈ છે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં લોકો ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી શહેરી વિકાસ વિભાગે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પાકાં મકાનો આપવા માટેની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. મુખ્ય સચિવની હાજરીમાં રાજ્ય સ્તરીય સક્ષમ સત્તામંડળની રચના કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ડિવિઝનલ કમિશનરો તથા મ્યુનિસિપલ કાઉન્સિલ સમિતિની રચના કરાશે.
આ મકાનો ખાનગી ભાગીદાર સાથે બનાવાશે:
એવું જણાવાયુ છે કે, સમિતિની દેખરેખમાં મકાન બનાવવાનું કામ કરાશે. આ મકાનો ખાનગી ભાગીદાર સાથે બનાવાશે. આની માટે કુલ વિસ્તારની અડધી જમીન તેમને આપી દેવામાં આવશે તેમજ અડધું મકાન મલ્ટી સ્ટોર બિલ્ડિંગમાં બનાવવામાં આવશે.
આની સાથે તેમના માટે સામુદાયિક સુવિધાઓ પણ વિકસાવાશે. આની માટે 50,000 રૂપિયાનું કોર્પસ ફંડ બનાવાશે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં સસ્તા મકાનો ઉપલબ્ધ કરાવવાની કોઈ યોજના ન હોવાથી કેટલાક ગરીબ લોકો ઘર ખરીદવામાં અસમર્થ છે. જેને ધ્યાનમાં રાખી યોગી સરકારે સસ્તા મકાનો અપાવવાનું વચન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.