ધોરાજી માર્કેટીંગ યાર્ડમા લહેરાયો ભાજપનો ભગવો, જયેશ રાદડીયાનો સહકારી ક્ષેત્રમાં સિક્કો કાયમ

રાજકોટ(Rajkot): રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જીલ્લાના ધોરાજી માર્કેટીંગ યાર્ડ(Dhoraji Marketing Yard)મા ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં યુવા…

રાજકોટ(Rajkot): રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જીલ્લાના ધોરાજી માર્કેટીંગ યાર્ડ(Dhoraji Marketing Yard)મા ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં યુવા ધારાસભ્ય અને કિસાન નેતા જયેશ રાદડીયા(Jayesh Radadiya)ની ભવ્ય જીત થઇ છે. ત્યારે ફરી એક વખત ધોરાજી માર્કેટીંગ યાર્ડમા ફરી ભાજપ(BJP)નો ભગવો લહેરાય ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જામકડોરણા,ઉપલેટા,રાજકોટ તેમજ ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચુંટણીઓમા સફળતા પુર્વક ભારતીય જનતા પાર્ટી પ્રેરીત પેનલને સતા હાંસલ કરાવીને ફરી એકવાર ધોરાજી માર્કેટીંગ યાર્ડમા પણ સમગ્ર પેનલના વિજય પતાકા લહેરાવીને યુવા કિસાન નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા હુકમનો એક્કો સાબીત થયા છે.

ધોરાજી માર્કેટીંગ યાર્ડની ચુંટણીમા ભારતીય જનતા પાર્ટી પ્રેરીત પેનલની તમામ ૧૪ બેઠકો માંથી વેપારી વિભાગની ૪ બેઠકો બિનહરીફ થયેલ છે. તેમજ ખેડુત વિભાગની ૧૦ બેઠકો પર ચુંટણી થતા તેમા પણ ભાજપ પ્રેરીત તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયેલ છે.

તેથી યુવા નેતા જયેશ રાદડીયાના સક્રિય પ્રયાસોથી સમગ્ર પેનલને સતા હાંસલ થયેલ હોવાથી યુવા કિસાન નેતા જયેશ રાદડીયા પણ સમગ્ર રાજકોટ જિલ્લામા સૌ સહકારી આગેવાનોને સાથે લઈને ચાલનાર નેતા પ્રસ્થાપિત થયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *