ટ્વિટરના સ્થાપક અને સીઈઓ(CEO) જેક ડોર્સીએ ગુરુવારે કહ્યું કે કંપની પૈસા બનાવવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલ પર વિચાર કરી રહી છે. કારણ કે ટ્વિટરની આવકનો મુખ્ય સ્રોત જાહેરાત છે અને તેમાં થોડા સમય માટે ઘટાડો નોંધાયો છે. માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર આવકમાં ઘટાડો થવાને કારણે પૈસા બનાવવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલના વિકલ્પની શોધ કરી રહી છે. તેથી, કંપની આવક પેદા કરવા માટેના અન્ય વિકલ્પોની શોધ કરી રહી છે. આ સૂચવે છે કે જેક ડોર્સીએ બીજા ક્વાર્ટરમાં આવકનાં પરિણામો જોતા નવી વ્યૂહરચનાનો ચોક્કસપણે સંકેત આપ્યો છે.
સબ્સ્ક્રિપ્શન મોડેલ પર પરીક્ષણ કરી શકે છે
થોડા સમય પહેલા જ ટ્વિટરએ નોકરી માટે એક જાહેરાત પોસ્ટ કરી હતી, જે વાયરલ થઈ હતી, તેવું બહાર આવ્યું હતું કે ટ્વિટર સબ્સ્ક્રિપ્શન મોડેલ વિશે વિચારી રહ્યું છે. સીએનએનના અહેવાલ મુજબ જેક ડોર્સીએ ગુરુવારે કહ્યું, “કંપની સબ્સ્ક્રિપ્શન મોડેલનું પરીક્ષણ કરી શકે છે.” જો કે, તે હજી પ્રારંભિક તબક્કામાં છે. પરંતુ કંપની કેટલા સમય સુધી રજૂ કરશે તે હજી જાહેર કરાયું નથી. રિપોર્ટ અનુસાર, ‘ગ્રિફોન’ નામની કંપની માટે નોકરી મૂકવામાં આવી હતી. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ડેલી એક્ટિવ યુઝર્સ (એમડીએયુ) માં 186 મિલિયન વૃદ્ધિ હોવા છતાં જાહેરાતની આવકમાં ઘટાડો થયો છે.
તેમાં યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ, અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક જેવી વિશ્વના 130 કરતાં વધુ હસ્તીઓ શામેલ છે. થોડા સમય પહેલા જ ટ્વિટર સાયબર એટેકની ચર્ચા થઈ હતી. જેમાં હેકરોએ વિશ્વની અનેક મોટી હસ્તીઓનાં એકાઉન્ટ હેક કર્યાં હતાં. હેકરોએ પીડિતો પાસેથી બિટકોઇનની માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.