અબ્દુલ કલામ વિશેની આવી વાતો વિશે તમે ક્યારેય સાંભળ્યું જ નહીં હોય…

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેનના નામથી જાણીતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો આજે જન્મદિવસ છે. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તામિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામનું સમગ્ર જીવન દેશની સેવા અને માનવતાને સમર્પિત રહ્યું. કલામ સાહેબે તેમનું આખું જીવન વાંચનમાં વિતાવ્યું હતું.

અબ્દુલ કલામ પાયલટ બનવા ઈચ્છતા હતા પણ ઘણા કારણોસર તેઓ પાયલટ ના બની શકયા. તે છતાં તેમને ક્યારેય હાર ના માની, તેઓ કહેતા હતા કે જીવનમાં તમે કંઈક મેળવવા ઈચ્છો છો તો તમારૂ મક્કમ મનોબળ જ તમારા કામે આવશે.

એપીજે અબ્દુલ કલામના જાણીતા વાક્યો:

1. જીવનમાં પ્રથમ સફળતા પછી અટકશો નહી, કારણ કે તમે બીજા પ્રયત્નમાં નિષ્ફળ થઈ ગયા તો લોકો એ જ કહેશે કે તમારી પ્રથમ સફળતા ભાગ્યના કારણે મળી હતી.

2. રાહ જોવાવાળાને એટલું જ મળે છે, જેટલું પ્રયત્ન કરવાવાળા છોડી દે છે.

3. સ્વપ્ન તે નથી જે તમે તમારી ઉંઘમાં જોવો છો, સ્વપ્ન તે છે જે તમને ઉંઘવા જ નથી દેતું.

4. એક સારૂ પુસ્તક હજાર મિત્રોના બરાબર હોય છે, જ્યારે એક સારો મિત્ર એક લાઈબ્રેરીના બરાબર હોય છે.

5. બધા જ પક્ષીઓ વરસાદમાં છાંયડાની શોધ કરે છે, પરંતુ ગરૂડ તેની ચિંતા કરતો નથી, કારણ કે તે વાદળોની ઉપર ઉડે છે.

6. જીવનમાં ફેલ થાવો છો તો ક્યારેય હાર ના માનો કારણ કે FAILનો મતલબ ‘ફર્સ્ટ અટેમ્પ્ટ ઈન લર્નિગ’ થાય છે.

7. જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય તો પહેલા તમારે સૂર્યની જેમ તપવુ પડશે.

8. આત્મવિશ્વાસ અને મહેનત, અસફળતા નામની બિમારીને મારવા માટે સૌથી સારી દવા છે.

9. નિષ્ફળતા મને ક્યારેય હરાવી શકતી નથી, કારણ કે મારી સફળતાની વ્યાખ્યા ખૂબ જ મજબૂત છે.

10. આકાશની તરફ જુઓ આપણે એકલા નથી. આખું બ્રહ્માંડ આપણા માટે અનુકૂળ છે અને જે સ્વપ્ન જોવે છે અને સખત મહેનત કરે છે તેમને ફળ આપવાનું કાવતરું કરે છે.

27 જુલાઈ 2015ના રોજ એપીજે અબ્દુલ કલામનું શિલોન્ગમાં નિધન થયું હતું. તે IIM શિલોન્ગમાં લેક્ચર આપવા માટે ગયા હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવવાથી તેમનું નિધન થયું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નિધન પછી 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *