જે વ્યક્તિને પોતાના જીવનમાં સફળ થવું જ હોય, તેઓ કોઈ પણ રીતે સફળતા મેળવીને જ રહે છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે, સફળ થવા માટે શરીર નહિ, પરંતુ મન મક્કમ હોવું ખુબ જ જરૂરી છે.
મળતી માહિતી અનુસાર, સુરતની રહેવાસી દિવ્યા(27) શારીરિક રીતે વિકલાંગ છે. તેમ છતાં પણ તેનું મનોબળ મક્કમ હોવાને કારણે તે આત્મનિર્ભર છે. ત્યારે આ અંગે દિવ્યાએ જણાવ્યું હતું કે, હું વિકલાંગ છું, પરંતુ મારે કોઈના પર ભારરૂપ નથી બનવું. મારે આત્મનિર્ભર બનવું છે. જાણવા મળ્યું છે કે, દિવ્યા સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન પેઇન્ટિંગ શીખે છે. તેમજ હાલ તે પ્રોફેશનલી પેઇન્ટિંગ કરે છે.
વધુમાં દિવ્યાએ જણાવ્યું હતું કે, મને નાનપણથી જ સિંગિંગ અને પેઇન્ટિંગનો શોખ હતો, પરંતુ પેઇન્ટિંગનો વધારે શોખ હોવાને કારણે હાલ હું પ્રોફેશનલી પેઇન્ટિંગ કરું છું. હું દિવ્યાંગ છું, એટલે મારે બેસી નથી રહેવું. જેથી હું છેલ્લા 3 વર્ષથી પ્રોફેશનલી પેઇન્ટિંગ કરું છુ. તેમજ તેણે જણાવ્યું છે કે, હું સોશિયલ મીડિયા દ્વારા પેઇન્ટિંગના ઓર્ડર લાવ છુ. તેમજ લોકોને મારું કામ પણ ગમતું હોવાથી લોકો મને ઓર્ડર પણ આપે છે.
ત્યારે આ અંગે દીવ્યાની માતાએ જણાવ્યું હતું કે, દિવ્યાનું માત્ર 4 વર્ષની ઉમરથી જ ચાલવાનું બંધ થઈ ગયું હતું. ત્યારબાદ ધીમે ધીમે તેના પગ પણ સાવ બેન્ડ વળી ગયા હતા. આ પછી ખબર પડી હતી કે, તેની હાઈટ પણ વધતી બંધ થઈ ગઈ છે. ત્યારે ડોકટરોને બતાવ્યા બાદ ડોક્ટરોએ સલાહ આપી હતી કે, તેની પાછળ સારવારમાં પૈસા નાખવા કરતા તેનુ મગજ સારું છે. તેથી તેને ભણાવો, આગળ વધારો.
છેલ્લે દીવ્યાએ એક ખુબ જ સરસ સંદેશ આપતા કહ્યું હતું કે, પ્રોબ્લેમ તો દરેકના જીવનમાં આવતી જ રહેવાની છે. આપણે દિવ્યાંગ છીએ એટલે આપણે બેસી નથી રેવાનું, હિંમત નથી હારવાની, આપણે આપણી દિવ્યાંગતાને જ તાકાત બનાવી જીવનમાં આગળ વધવાનું છે. મુશ્કેલીઓનો સામનો કરવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.