જોધપુર શહેરના પ્રતાપ નગર અને દેવ નગર વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો વધ્યા બાદ કડકાઈ વધારી દેવામાં આવી છે.સોમવારની સાંજે જોધપુરના દેવ નગર થાણા ક્ષેત્ર માં ચાર રસ્તા પર મહિલાએ પ્રાઇવેટ ગાડી અંદર જ બાળકીને જન્મ આપ્યો.
ગર્ભવતી મહિલા પ્રાઇવેટ વાહનમાં બાડમેરના એક ગામ થી જોધપુરના સરકારી હોસ્પિટલમાં જઈ રહી હતી ત્યારે ચાર રસ્તા પર ગાડી ખરાબ થઈ. ઘણા સમય સુધી ગાડી ત્યાં જ ખોટકઈને પડી રહી. આ વચ્ચે મહિલાને પ્રસુતિ પીડા શરૂ થઈ અને મહિલાએ પ્રાઇવેટ વાહનમાં બાળકને જન્મ આપી દીધો.
મહિલાના ભાઈએ જણાવ્યું કે ચાર રસ્તા પર વિસ્તારમાં રહેલા મહિલા કોન્સ્ટેબલે ગર્ભવતી બહેનને સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવી. આસપાસ ઊભેલા પોલીસ અધિકારી અને જવાનોએ પ્રસુતિ પીડા વિશે સાંભળતા જ પ્રાઇવેટ વાહનોને ચારે તરફથી ટેન્ટ લગાવી કવર કરી દીધું.
Dcp પશ્ચિમ પ્રીતિ ચંદ્રાએ જણાવ્યું કે પ્રસુતિની સુચના મળતા જ દેવ નગર થાણા પોલીસ દ્વારા ડોક્ટર અને એમ્બ્યુલન્સને સૂચના આપવામાં આવી. પ્રસૂતિ બાદ નવજાત બાળકી અને તેની માતાને એમ્બ્યુલન્સથી સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા. માં અને બાળકી બંને સ્વસ્થ જણાવવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news