હાલમાં બુટલેગર સાથે મળી તોડ કરતા અનેક ખાખીધારીઓએ પોતાની વર્દી જ છોડવી પદે છે. આવા જ અનેક કિસ્સાઓ વચ્ચે વધુ એક કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે હનીટ્રેપ બાબતે ફરિયાદ થઈ અને હનીટ્રેપ ગોઠવતી ગેંગ સાથે મળીને પોલીસ અધિકારી દ્વારા વેપારીને લૂંટવાનો પ્લાન કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદમાં ફરી એકવાર હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ છે. આ વખતે તો ફરિયાદીએ ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. પોલીસ કર્મચારી પર જ હનીટ્રોપ ગોઠવતી ગેંગ સાથે મળવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાત છે અમદાવાદના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનની. અહીંના મહિલા પીઆઈ ગીતા પઠાણની શંકાસ્પદ ભૂમિકા પર સવાલ કરતી એક અરજી મહિલા ક્રાઈમબ્રાંચ સુધી પહોંચી છે. ફરિયાદીની જાણ અમદાવાદના વટવાની રબર ફેક્ટરીનો માલિક બિપિન પટેલ તરીકે થઇ છે.
તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં એક અજાણી મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા પછી વેપારીએ તે એક્સેપ્ટ કરી હતી પરંતુ વેપારીને ખ્યાલ નહોતો કે તેના માટે હનીટ્રેપ ગોઠવાઈ રહી છે. અજાણી મહિલાએ વેપારી સાથે વાતચીત શરૂ કરી અને થોડા સમય બાદ મહિલાએ વેપારીને અસલાલી મળવા માટે બોલાવ્યો અને હોટલમાં મળવા જવાનું નક્કી કર્યું હતું. પણ વેપારીના જણાવ્યા મુજબ તે કોઈ કારણોસર મળવા ગયો નહીં અને પછી અચાનક બીજા દિવસે વેપારીને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો.
મહિલા પોલીસ સ્ટેશનમાં આ અજાણી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા વેપારીને બોલાવવામાં આવ્યો હતો. પીઆઈ ગીતા પઠાણે સમાધાનની વાત કરી હોવાનો આરોપ મૂકાયો છે અને આ સમાધાન માટે મહિલા અને તેના સાગરીત દ્વારા રૂપિયા 5 લાખની વેપારી પાસેથી માગણી કરવાંમાં આવી હતી. આ સાંભળતા જ વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લાંબી રકઝક પછી મામલો બે લાખ રૂપિયામાં પત્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ થયો છે. આ ઘટના બાદ વેપારીએ હનીટ્રેપ ગોઠવતી ગેંગ અને પોલીસ વચ્ચે સંડોવણીનો આરોપ મૂકતા પોલીસ બેડામાં હોબાળો મચી ગયો છે.
આ ઘટના બાદ એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ગેંગ દ્વારા બિલ્ડર પાસેથી પણ રૂપિયા 8 લાખ પડાવવામાં આવ્યા છે. હાલમાં જ ક્રાઈમ બ્રાંચ દ્વારા બે વેપારીને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાનુ કાવતરૂ ઘડનાર આરોપીની ધરપકડ કરીને વેપારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને આ કેસમા પણ પીઆઈ ગીતા પઠાણની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી હતી. હાલમાં આ સમગ્ર કેસમાં જેના પર ગંભીર આરોપ મુકવામાં આવ્યા છે તે ગીતા પઠાણ સામે ક્રાઈમબ્રાંચે સત્ય હકકીત શું છે તે જાણવા તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle