કર્ણાટક રાજ્યના ગડગ જિલ્લામાંથી એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. જ્યાં નાકગુંડા શહેરની સાત વર્ષીય બાળકીને ડૉક્ટરેટની માનદ પદવી આપવામાં આવી છે.બાળકીનું નામ વૈદ્રુથી નાગરાજ કોરિશેટેર છે. તેની યાદ શક્તિ અદભુત છે. તે શ્વેશ્વરૈયા સ્કૂલમાં ધોરણમાં 2માં અભ્યાસ કરી રહી છે.
વૈદ્રુથી રાજકારણ, અર્થશાસ્ત્ર,ઈતિહાસ, રાજેનેતાઓ, રાજાઓ અને કવિના નામ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધિત કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા સક્ષમ છે. બાળકીના આવા જ્ઞાન જોઈ અનેક પુરસ્કાર આપવાની માગ કરી રહ્યા છે.
શનિવારે તમિલાનાડૂના મદુરઈ યુનિવર્સલ વિશ્વવિદ્યાલયએ વૈદ્રુથીને માનદ ડૉક્ટરેટની પદવી આપી છે. વૈદ્રુથીના પિતાનું નામનાગરાજ અને માતા ભારતી છે. નાગરાજ અને ભારતી બે વર્ષની ઉંમરથી જ તેને સામાન્ય જ્ઞાન શિખવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.