આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં નજીવી બાબતને લઈને આત્મહત્યા જેવું પગલું ભરતા હોય છે. હાલમાં મોટાભાગે પ્રેમી કપલ આપ્ઘ્ત કરતા હોવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર વડોદરાના કરજણ ખાતે એક પ્રેમી યુગલે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળ્યું છે કે, કરજણના દેથાણ ગામ નજીક પસાર થતી રેલવે લાઈન પર પડતું મુકી આ પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે. જોકે, આ પ્રેમી યુગલના આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ત્યારે આ ઘટનાને પગલે કરજણ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વડોદરાના કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક આવેલા પ્લેઝર ઇન્ડિયા કંપનીની પાછળથી પસાર થઈ રહેલી રેલવે અપલાઈન પર આજે બપોરના 3:30 વાગ્યાની આસપાસ પસાર થઈ રહેલી દેહરાદૂન-મુંબઇ એક્સપ્રેસ ટ્રેન નીચે એક કપલે કોઈ કારણોસર પડતું મૂકી આપઘાત કર્યો છે. મૃતક યુવાન કરણ કાનજીભાઈ રાઠોડ (ઉ.22) રહે. નવીનગરી પોર, તા. વડોદરાનો હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત મૃતક યુવતી જાંબુવા વડોદરાની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન આ બંને યુવક યુવતીએ એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યા હોવાનું જણાઈ આવતાં પ્રેમનો મામલો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ પ્રેમી યુગલના મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.