અત્યારે 10 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષા ચાલી રહી છે. દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની હોંશે હોંશે આ પરિક્ષા આપી રહ્યા છે. આ વર્ષે બોર્ડ પરિક્ષા મામલે ઘણી ઘટનાઓ સામે આવી છે. અત્યારે પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિયાં એક વિદ્યાર્થીની ને છરી વડે ઘા મારીને તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટના ભાવનગર જીલ્લાની છે. શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિની સવારે પરીક્ષા આપવા ગઇ હતી. પેપર આપ્યા બાદ ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં વિશાલ મકવાણા નામના યુવાને આંતરી છરીના ઘા ઝીંકી દીધા હતા. હીચકારા હુમલાથી લોકોના ટોળા એકત્ર થઇ જતા હુમલાખોર ભાગી ગયો હતો. વિદ્યાર્થિની લોહીલૂહાણ હાલતમાં ત્યાં જ જમીન પર ઢળી પડી હતી. ગંભીર હાલતમાં વિદ્યાર્થિનીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન લઇ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.