મોબાઈલ આંચકવા આવેલા બદમાશોને સુરતીએ ચખાડ્યો રોડનો સ્વાદ- જુઓ વિડિયો

Phone Snatchers in surat: સુરત શહેરમાં મોબાઇલ-આંચકવાની ઘટના સતત વધી રહી છે. શહેરનો એવો કોઈ વિસ્તાર બાકી નહીં હોય, કે જ્યાં બાઈક ઉપર આવીને મોબાઈલ-સ્નેચર્સ મોબાઈલ(phone Snatchers in surat) ઝૂંટવી લઈને ભાગી જતા ન હોય. લોકો માટે રસ્તા ઉપર મોબાઈલ બહાર કાઢવો પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. રોજ નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે.

ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં ટૂ-વ્હીલર પર આવેલા બે મોબાઈલ-સ્નેચર્સ મોબાઈલ ઝૂંટવીને જતા હતા હતા, પરંતુ યુવકે હિંમતભેર તેમની પાછળ દોડી એકને ખેંચી લીધો હતો. જોકે બાદમાં સ્નેચર ફરી તેના હાથમાંથી છૂટી ટૂ-વ્હીલર પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકે ફરી તેને ઝડપી લીધો હતો. બાદમાં સ્નેચરે મોબાઈલ પરત કર્યો હતો અને ભાગ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

જીવ બચાવીને મોબાઇલ-સ્નેચર્સે ભાગવું પડ્યું
સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગાંધી કુટીર અને કૈલાસનગર 60 ફૂટ રોડ પર મોબાઈલ-સ્નેચર્સ દ્વારા એક રાહદારીનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાહદારી પોતાની હિંમતપૂર્વક સામનો કરતાં તેઓ ભાગ્યા હતા. મોબાઈલ હાથમાંથી લેવા જતા જ રાહદારી હિંમતપૂર્વક ટૂ-વ્હીલર પાછળ બેઠેલા સ્નેચરને નીચે ખેંચી લીધો હતો. ફરીથી તે ભાગીને ગાડી ઉપર બેસી જતાં રાહદારીએ તેનો પીછો કર્યો અને તેને ગાડીની નીચે પરત ખેચી લેધો હતો. રાહદારીએ પોતાનો મોબાઈલ તેની પાસેથી માગી લીધો હતો અને જીવ બચાવીને મોબાઇલ-સ્નેચરને ત્યાંથી તે ભાગી ચ્ક્યું ચુક્યો હતો.

મોબાઈલ-સ્નેચર્સ બાઇક ઉપર બેફામ રીતે શહેરમાં ફરી રહ્યા છે
મોબાઈલ-સ્નેચર્સ બાઈક ઉપર બેફામ રીતે શહેરમાં ફરી રહ્યા છે. તેઓ સતત રસ્તા ઉપર ચાલતા રાહદારી પુરુષો અને મહિલાઓને પોતાના નિશાના બનાવે છે. જાહેર રસ્તા ઉપર જ ઘટનાને અંજામ આપતા હોવાનું સામે આવી રહ્યું છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે જાહેર સ્થળ પર જ રાહદારીના હાથમાંથી મોબાઇલ લઈને ફરાર થઈ રહ્યો છે. તેમને કોઈનો જ ડર ન હોય તેવી રીતે સતત ઘટનાને અંજામ આપી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ મોબાઈલ-સ્નેચર્સ પોતાના હાથમાં હથિયાર લઈને આવતા હોય છે. જો તેમને અટકાવવાનો પ્રયાસ કરો અથવા તો તેમને રોકવાનો પ્રયાસ કરો તો તમને હથિયાર વડે નુકશાન પહોંચાડે છે.

પોલીસે સક્રિય થવાની જરૂર
સુરતમાં મોટે ભાગે મોબાઈલ-સ્નેચર્સ ઓવરસ્પીડમાં બાઈક ચલાવતા પણ જોવા મળતા હોય છે. કોઈ વ્યક્તિ હાથમાં મોબાઈલ લઈને ઊભી ઊભી ફોન પર વાત કરતી હોય અથવા તો ઘણી વખત ચાલુ ગાડીએ પણ ફોન પર વાત કરનારના હાથમાંથી મોબાઈલ લઈ લેતા હોય છે. આવા કિસ્સાઓ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. મોબાઈલ લઈને ફિલ્મી ઢબે એટલી ઝડપથી ફરાર થઈ જાય છે કે તેઓ કોઈના હાથમાં પણ આવતા નથી. પોલીસે આવા ઓવરસ્પીડથી ગાડી હંકારનારા પર પણ નજર રાખવી જોઈએ અને યુવકોને ઊભા રાખીને સતત પૂછપરછ પણ કરતા રહેવાની જરૂર છે એવી ચર્ચા લોકોમાં ઊઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *