દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: જો તમારું બાળક પણ આ ભૂલ કરતું હોય તો આ કિસ્સો અચૂક વાંચજો

હાલમાં દરેક વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેથી દરેક વાલીઓ ધ્યાન રાખે કે, તમારું બાળક તો આવી ભૂલ નથી કરતુ ને. પોતાના ઘરના ધાબા પર દોરડાથી રમી રહેલા પાંડેસરા વિસ્તારના પ્રો-એક્ટિવ કિશોરને ફાંસો લાગી જતા મોતને ભેટ્યો હતો. મૃતક કિશોર ઘરમાં પડેલા નકામા સામાનને લઈ નવી નવી કરામત તેમજ જિમ્નાસ્ટિક જેવી કસરતો પણ કરતો રહેતો હતો. જેને લઈ તેના પિતા તેને જીમનો સામાન પણ લઈ આપવાના હતા.

જાણવા મળ્યું છે કે, પાંડેસરા ખાતેની આવિર્ભાવ સોસાયટીમાં રહેતો યશ વિનોદ પાટીલ ઘરની નજીક આવેલી શાળામાં ધોરણ 6માં ભણતો હતો. ગુરુવારે બપોરે યશ જમ્યા બાદ માતાને ધાબા પર રમવા જવાનું કહીને ગયો હતો. આ દરમિયાન 15 મિનિટ પછી ઘરે આવેલા વિનોદ પાટીલે પત્નીને ફોન કરી યશ પાસે બેંકના કાગળો મોકલવા કહ્યું.

જેથી તેઓ યશને ધાબા પર બોલાવવા ગયાં અને ત્યારે તેને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ બુમ પાડી હતી. આની જાણ થતાં જ વિનોદ પાટીલ સહિતના પરિવારના સભ્યોએ યશને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જોકે, તબીબી સારવાર મળે તે પહેલા યશ મૃત્યુ પામ્યો હતો.

પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, યશ નિયમિત ઘરમાં નવી નવી પ્રવૃતિ કરતો રહેતો હતો. ઘરમાં પડેલા નકામા સામાનને લઈ અલગ અલગ કરામતો કરતો હતો. ઘરમાં તેમજ ઘરની બહાર જીમ્નાસ્ટિક જેવી કસરતો પણ કરતો હતો. તેને તેના પરિવારના સભ્યો થોડા સમય માટે પણ એકલો છોડતા ન હતાં.

રમતી વખતે પણ તેની માતા કે તેની મોટી બહેન એક્તા તેની સાથે રહેતી હતી. આ દરમિયાન ગુરુવારે બપોરે યશ ધાબા પર એકલો રમવા ગયો હતો. પરિવારે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે, તેણે હિંચકા માટે બનાવેલા હૂકમાં દોરી નાંખી કોઈ કરામત કરવા જતાં ફાંસો લાગી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *