દીકરાનો જન્મદિન બન્યો પિતાનો મૃત્યુદીન- કાયમ માટે અધુરી રહી ગઈ પુત્રોની આ ઈચ્છા

કચ્છ (Kachchh): આકસ્મિક ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. રખડતા પશુના હુમલાને લીધે ઘણા માસુમ લોકો પોતાનું જીવન ગુમાવે છે. આવી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમ છતાંય નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આવી ઘટનાઓને રોકવા માટે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આવી વધુ એક ઘટના ગાંધીધામ આદિપુર વચ્ચે આવેલા ટાગોર રોડ  પરથી સામે આવી છે.

ગાંધીધામ આદિપુર વચ્ચે આવેલા ટાગોર રોડ ઉપર એક આખલાએ યુવકને અડફેટે લેતા યુવાનનુ કરુણ મોત નિપજ્યું છે. આદીપુરના યુવાનનુ મૃત્યુ ગાંધીધામ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નિપજ્યું છે. બુલેટ લઈ ઓફીસ જવા માટે ટાગોર રોડ પર નીકળેલા આદિપુરના જીજ્ઞેશ જીતેન્દ્ર દોશીને એક આંખલાએ અડફેટે લીધા હતા અને આ ઘટનામાં તેમણે ગંભીર ઈજાઓ પહોચી હતી.

ત્યાર બાદ જીજ્ઞેશભાઈને સારવાર માટે આદીપુરની રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે જીજ્ઞેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ગાંધીધામ અને આદીપુરના શહેરી વિસ્તાર જાહેર માર્ગો પર રખડતા ઢોરના ત્રાસથી તમામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

રખડતા ઢોરોને કારણે અકસ્માતો રોજીંદા બન્યા છે અને સર્જાતા અકસ્માતના કારણે મોતની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આમ છતાંય નગરપાલિકાના નિંભર તંત્ર વાહકોની આંખ હજુ પણ ઊઘડતી નથી અને આવા આશાસ્પદ યુવાન અકસ્માતના ભોગ બની રહ્યા છે.

આ અકસ્માતના ભોગ બનનાર જીજ્ઞેશભાઈના સબંધી હર્ષદભાઈ ભીંડે સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ અકસ્માત સવારે સર્જાયો હતો અને આ અકસ્માતમાં જીજ્ઞેશભાઈનું મૃત્યુ થયું હતું. આવા બનાવો ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તે ખુબજ જરૂરી છે.

મળેલી માહિતી અનુસાર જિગ્નેશભાઈના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ પુત્રો છે. ટ્વિન્સ પુત્રો મિહિર અને મિતનો આજે જન્મદિવસ હતો. બંને પુત્રોએપિતા સાથે સાંજે ઘરે કેક કટિંગનું આયોજન કરી રાખ્યું હતું. પરંતુ, સવારે જ પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. બંને પુત્રોની ઈચ્છા અધૂરી રહી ગઈ છે અને હવે આ ઈચ્છા ક્યારેય પૂરી નઈ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *