મોંઘવારીનો વધુ એક માર મધ્યમ વર્ગ પર સવાર! શાકભાજીના ભાવમાં 30-40% નો વધારો- જાણો આસમાની ભાવ

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બે પ્રકારની ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. આ સમયે કમોસમી વરસાદ(Unseasonal rain)ના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થવા પામ્યો છે અને સાથે જ પાક પર અસર થતાં જ શાકભાજીની આવકમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. શાકની આવકમાં ઘટાડો થવાને કારણે માંગ એકસમાન રહેવાના કારણે શાકભાજીના પાકમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી મુજબ શાકભાજીના ભાવમાં 30-40% નો વધારો(Vegetable prices increase) જોવા મળ્યો છે.

ગેસના વધતા ભાવ હોય કે પછી શાકભાજી અને દૂધની વધતી કિંમતો તમામ પ્રકારની મોંઘવારી મધ્યમ પરિવારની મુશ્કેલીમાં વધારો કરે છે. આ બધા વચ્ચે સૌથી વધુ સમસ્યા ગૃહિણીઓને થાય છે. એકસમાન આવક અને વધતી મોંઘવારીના લીધે તેમના માટે ઘર ચલાવવાનું ખુબ જ મુશ્કેલ બની જાય છે.

એક અઠવાડિયા અગાઉ 60 રૂપિયે મળતા શાક 100 રૂપિયે પહોંચી ગયા છે. આ સિવાય ગરમીના કારણે લીંબુના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. આ સાથે 120 રૂપિયાથી 150 રૂપિયા સુધીના ભાવે લીંબુ મળી રહ્યા છે. આ સાથે જાણો કયા ભાવમાં મળશે કયું શાકભાજી…

જાણો શાકભાજીના ભાવ:
જો વાત કરવામાં આવે તો લીંબુ – 120-150 રૂપિયા કિલો, ભીંડા – 80-100 રૂપિયા કિલો, ગુવાર- 110-120 રૂપિયે કિલો, ચોળી – 120-130 રૂપિયા કિલો, ટિંડોળા – 100-120 રૂપિયે કિલો, પરવળ – 80-100 રૂપિયા કિલો, આદું – 80-100 રૂપિયા કિલો, મરચા – 60-80 રૂપિયા કિલો, ટામેટા – 40 રૂપિયે કિલો, ફ્લાવર – કોબી – 40-50 રૂપિયે કિલો મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *