Surat city bus: સુરત શહેરમાં ફરી એકવાર ગંભીર ઘટના સામે આવી છે. સુરત બ્લુ સિટી બસ ફરી એકવાર કાળમુખી બની ગયી છે. શહેરના કતારગામ વિસ્તારમાં બસે એક યુવાનનો જીવ લઈ લીધો છે.(Young man died after falling under a Surat city bus) યુવાન બસમાંથી ઉતરવા જઈ રહ્યો હતો ત્યારે જ બસ ચાલુ થઈ જતા યુવાન નીચે પડી ગયો હતો. જે બાદ બસના પૈડાં યુવાનના માથા પરથી ફરી વળ્યા હતા. જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
સુરતમાં આજે હચમચાવનારી ઘટના આવી સામે આવી હતી. ચાલુ સિટી બસમાંથી યુવક નીચે પડી ગયો હતો. યુવક પર સિટી બસનું ટાયર ફરી વળ્યું હતું. જેથી તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે યુવકને ચક્કર આવ્યા બાદ દડાની જેમ નીચે પટકાતા મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રૂંવાટા ઉભી કરનારી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જો કે, સમગ્ર ઘટનાને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે, સિટી બસના ડ્રાઈવરો દ્વારા અકસ્માત સર્જવામાં આવી રહ્યાં છે. તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં ન આવતાં હોવાથી આ પ્રકારે અકસ્માતોમાં સામાન્ય લોકોના ભોગ લેવાઈ રહ્યાં છે. સમગ્ર અક્સમાતને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube