Youth dies of amoeba in Kerala: કેરળના અલપ્પુઝામાં દૂષિત પાણીમાં ફ્રી લિવિંગ અમીબાના કારણે 15 વર્ષના છોકરાનું મૃત્યુ(Youth dies of amoeba in Kerala) થયું હોવાની ઘટના પ્રકાશમાં અવી છે. દૂષિત પાણીમાં જોવા મળતા એક પ્રકારનો અમીબા આ બાળકના મોતનું કારણ કહેવાયમાં આવે છે. આ અમીબા નાક દ્વારા મૃતકના મગજમાં પહોંચી હતી. આ ઘટનાને પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય અધિકારીઓએ દૂષિત પાણીમાં નહાવાનું ટાળવાની સલાહ આપી છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ વિશે જણાવ્યું કે, અલપ્પુઝા જિલ્લાના પનવલ્લીનો એક 15 વર્ષનો છોકરો ‘પ્રાઈમરી એમોબીક મેનિન્ગોએન્સફાલીટીસ’ (પીએએમ) થી સંક્રમિત હતો. આ મામલાને જોતા જિલ્લા આરોગ્ય અધિકારીઓએ લોકોને દૂષિત પાણીમાં નહાવાનું ટાળવાની સલાહ આપી છે. છોકરાના મૃત્યુની પુષ્ટિ કરતા મંત્રીએ કહ્યું કે અગાઉ રાજ્યમાં આ દુર્લભ રોગના પાંચ કેસ નોંધાયા હતા.
તેમણે તિરુવનંતપુરમમાં જણાવ્યું કે, પહેલો કેસ 2016માં અલપ્પુઝાના તિરુમાલા વોર્ડમાં નોંધાયો હતો. તેમણે માહિતી આપી હતી કે મલપ્પુરમમાં 2019 અને 2020માં બે કેસ નોંધાયા હતા અને 2020માં કોઝિકોડ અને 2022માં થ્રિસુરમાં એક કેસ નોંધાયો હતો.
તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી અને હુમલાઓ થવા આ રોગના મુખ્ય લક્ષણો છે. જ્યોર્જે કહ્યું કે ‘બધા સંક્રમિત દર્દીઓ મૃત્યુ પામ્યા છે.’ તેમણે જણાવ્યું કે મગજના આ દુર્લભ ચેપમાં મૃત્યુ દર 100 ટકા છે. મંત્રીએ માહિતી આપી હતી કે આ ચેપ સ્થિર પાણીમાં જોવા મળતા મુક્ત જીવતા અમીબાના કારણે થાય છે.
ચિકિત્સકોના મતે જ્યારે મુક્ત-જીવંત, બિન-પરોપજીવી અમીબા બેક્ટેરિયા નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે ત્યારે માનવ મગજને ચેપ લાગે છે. આ એક ગંભીર રોગ છે અને તેને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ લોકોને દૂષિત પાણીમાં નહાવાનું ટાળવાની સલાહ આપી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube