હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરની બહાર નીકળવાની ના પાડવામાં આવી છે તેમ છતાં અમુક લોકો બહાર ફરવા જતા હોય છે. એવી જ એક ઘટના અહી સામે આવી છે. જેમાં પિતા દ્વારા તહેવારમાં મિત્રો સાથે ફરવા જવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી લીધી છે.
આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ગુજરાતના રાજકોટમાં આવેલ કુવાડવા ગામના જયવીર ધર્મેશભાઈ સોલંકીને તહેવારોની રજામાં મિત્રો સાથે ફરવા જવું હતું. પરંતુ પિતાએ ના પાડતા ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી. કોરોનાના વધતા કેસ હોવાથી તેમના પિતાએ ફરવા જવાની ના પાડતા પુત્રને લાગી આવતા આપઘાતનું પગલું ભર્યું હતું. તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતક જયવીર ધર્મેશભાઈનો એકનો એક પુત્ર હતો.
કુવાડવામાં રહેતો જયવીર ધર્મેશભાઇ સોલંકી (ઉ.વ.20) નામના યુવાને ગઈકાલે સાંજે ગામના મઘરવાડા રોડ પર આવેલી વાડીએ ઝેરી દવા પી લીધી હતી. આથી તેને સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહીં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આથી ગોકુલ હોસ્પિટલ દ્વારા કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાન એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જયવીરને રજામાં મિત્રો સાથે ફરવા જવું હતું. પરંતુ કોરોનાને કારણે પિતાએ ના પાડતા તેને લાગી આવતા આ પગલુ ભરી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP