Surat News: સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ જ રહ્યો છે. વધુ એક ઘટના ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત (Surat) શહેર માંથી સામે આવી છે. સુરતમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં આજે એક યુવક પીઠી ચોળેલી હાલતમાં હડકવાવિરોધી રસી લેવા માટે પહોંચ્યો હતો. મેળલી માહિતી અનુસાર આજે તે યુવકના લગ્ન છે.
મળતી માહિતી અનુસાર, યુવકને છ દિવસ પહેલાં અમરોલી કોસાડ આવાસોમાં કૂતરો કરડ્યો હોવાથી આજે ડોઝ પ્રમાણે રસી લેવા આવ્યો હતો. આ સાથેજ આજે નવી સિવિલ હોસ્પિટલમાં 50 વર્ષીય આધેડને શ્વાને બચકાં ભરતાં હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાત રાજમાં આવેલા સુરતમાં રખડતાં શ્વાનોનો આતંક યથાવત્ જ રહ્યો છે. સુરતમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં આ માટે અલાયદુ આદર્શ હડકવાવિરોધી સારવાર કેન્દ્ર શરૂ કર્યું છે. આ કેન્દ્રમાં રોજ લાંબી લાઈનો લાગે છે. એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
ત્યારે બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલમાં એક વરરાજો પીઠી લગાવેલી હાલતમાં હોસ્પિટલમાં કૂતરાઓના રસીકરણ માટે આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર આજથી છ દિવસ પહેલા વરરાજાને પગના ભાગે કૂતરો કરડ્યો હતો. મળેલી માહિતી અનુસાર વરરાજાનું નામ સૂફિયાન પટેલ છે.
સૂફિયાન પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અમરોલી કોસાડ આવાસ પાસે છ દિવસ પહેલાં ઘરની બહાર જયારે તે ઊભા હતા ત્યારે બે કૂતરાએ પગ પર બચકાં ભરી લીધા હતા. તેની સારવાર લેવા માટે આજે તે હોસ્પિટલમાં આવ્યો હતો, જ્યાં પાંચ ઇન્જેક્શનનો ડોઝ લેવાનું ચાલી રહ્યું છે. વધુ વાત કરતા સૂફિયાન પટેલએ કહ્યું કે, જે બે શ્વાને મને બચકાં ભર્યાં હતાં તેણે જ વધુ બે લોકોને પણ બચકાં ભર્યાં હતાં.
સુરત સિવિલ આરએમઓ કેતન નાયક સાથે શ્વાનના આતંક વિષે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં રોજ 30થી 40 કેસ શ્વાન કરડવાના કેસ સામે આવી રહ્યા છે. વધુ વાત કરતા કેતન નાયકે કહ્યું કે, એક મહિનામાં 1,000થી વધુ શ્વાન કરડવાના કેસ સામે આવ્યા છે. કેતન નાયકે લોકોને સલાહ આપતા કહ્યું છે કે, શ્વાન કરડ્યા બાદ ઝડપથી હડકવાવિરોધી રસી લઈ લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.