આ તો પુષ્પનો પણ બાપ નીકળ્યો… એવી જગ્યાએ વિદેશી દારૂ સંતાડીને લઇ જતો હતો કે, પોલીસ પણ ચડી ગોટે

Surat police seized 504 pieces of foreign liquor:ગુજરાત માં દારૂબાંધી માત્ર કાગળ ઉપર છે.સુરત ના ગ્રામ્ય LCB પોલીસે કામરેજના વલથાણ નજીકથી ટ્રકમાં(Surat police seized 504…

Surat police seized 504 pieces of foreign liquor:ગુજરાત માં દારૂબાંધી માત્ર કાગળ ઉપર છે.સુરત ના ગ્રામ્ય LCB પોલીસે કામરેજના વલથાણ નજીકથી ટ્રકમાં(Surat police seized 504 pieces of foreign liquor) સંતાડી લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સહિત બે મહિલા અને એક પુરુષને પકડી પાડ્યા છે. LCB પોલીસ સ્ટાફને મળેલી બાતમી મુજબ LCB પોલીસે વલથાણ નજીક વોચ ગોઠવી દીધી હતી.

સમયાંતરે દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહેલી અશોક લેલેન્ડડ ટ્રક નંબર GJ.31 T.3511ને વલથાણ નજીક ઉભી રહેલી LCB પોલીસે અટકાવી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 504 નંગ વિદેશી દારૂની જુદી જુદી બોટલ જેમની કિંમત ₹.50,400 જેટલી છે.

પોલીસે વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ₹.50,400 અશોક લેલેન્ડ ટ્રક કિંમત ₹.7 લાખ, ₹.5500ની કિંમતના બે નંગ મોબાઇલ, રોકડ ₹.1400 તેમજ ₹ 49,81,192ના શિલ બંધ પાર્સલો મળી કુલ ₹.57,38,492ની કિંમતનો માલ કબ્જે કરી લીધો છે.

જ્યારે ટ્રકમાં સવાર ટ્રક ડ્રાઈવર મુકેશ નારણ ડામોર હાલમાં મોડાસામાં રહે છે જી.અરવલ્લી.બીજા વ્યક્તિ હિના દીપકભાઈ પટેલ હાલમાં બીગરીમાં રહે છે તા.ગણદેવી જી.સુરત. તેમજ ત્રીજી વ્યકિત નીલા નરસિંહ પટેલ હાલમાં ફૂલવાડીમાં રહે છે તા.મહુવા જી.સુરત આ ત્રણ વ્યકિતની અટકાયત કરાઈ હતી.

જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર કામરેજના ખોલવડની ફાતેમા જાવેદખાન પઠાણ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વલવાડાના વિનયને વોન્ટેડ જાહેર કર્યા હતા. LCB પોલીસે અટકાયત કરેલા આરોપી વિશે આગળની કાર્યવાહી હાથ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *