હાલમાં કોરોના મહામારીને કારણે ઘણાં લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે, પરંતુ આવાં સમયમાં પણ ચોરી તેમજ લુંટફાટની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.અમદાવાદ શહેરમાં આવેલ એલિસબ્રિજ વિસ્તારમાં મીઠાખળીમાં ગલ્લાની નજીક ધોળા દિવસે જ એક્ટિવાની ડીકીમાંથી ગઠિયાઓ કુલ 5 લાખ રૂપિયા લઈને ભાગી ગયા હતાં.
યુવક પાનનાં ગલ્લાની પાસે ગયો હતો ત્યારે જ ગઠિયાઓ કુલ 5 રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતાં.આ ચોરીની સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગયેલી છે. એલિસબ્રિજ પોલીસે ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં આવેલ સરસપુર વિસ્તારમાં રહેતો રાહુલ પરીખ નામનો યુવક એનાં મિત્ર તરુણ સાધુની કલગી ચાર રસ્તા ખાતે આવેલ ઓફિસમાં હાજર હતો. એ સમયે તરુણે રાહુલને C.G.રોડ પરથી H.K.આંગડીયામાં કુલ 5 લાખ રૂપિયા લેવાં માટે મોકલ્યો હતો.
કુલ 5 લાખ રૂપિયા સફેદ રંગની થેલી રાહુલ એક્ટિવાની ડીકીમાં મૂકીને એક્ટિવા લઈને પાછો ઓફીસ બાજુ આવી રહ્યો હતો. રૂપિયા લઈને આવી રહેલ રાહુલ મીઠાખળી પાસેની T.C.રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ ગલ્લા પર પાણી પીવાં માટે એક્ટિવાને રસ્તા પર જ પાર્ક કરીને ગયો હતો.
પાણી પીઈને એક્ટિવા બાજુ પાછો આવતા એક્ટિવાની ડીકી ખુલ્લી જોવાં મળી હતી તેમજ ડીકી ખોલીને અંદર જોતાં જ કુલ 5 લાખ રૂપિયા ભરેલ થેલી પણ ગાયબ થઈ ગઈ હતી.એક્ટિવામાંથી કુલ 5 લાખ રૂપિયા ભરેલ થેલીની ચોરી થતાં જ રાહુલે પાસેની હોટલનાં CCTV ફૂટેજની તપાસ પણ કરી હતી.
CCTV ફૂટેજમાં બાઈક પર આવેલ કુલ 2 શખ્સ એક્ટિવાની ડીકી ખોલીને કુલ 5 લાખ રૂપિયા ભરેલ થેલી લઈને ભાગી જતાં જોવાં મળ્યાં હતાં. રાહુલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સની સામે ફરિયાદ પણ નોધાવી હતી. એલિસબ્રિજની પોલીસે CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીને તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews