સુરતમાં પ્રેમી પંખીડા એકાંત સ્થળે શારીરિક સબંધ બાંધવા ભેગા થયા અને પ્રેમીએ આપ્યું દર્દનાક મોત, કારણ માત્ર એટલું હતું કે…

સુરત (Surat)માં દિવસેને દિવસે હત્યા (Murder)ની ઘટનાઓ વધતી જ જાય છે. હજુ બે દિવસ પહેલા જ 24 કલાકમાં હત્યાની બે ઘટનાઓ સામે આવી હતી. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. સુરતના મહિધરપુરા(Mahidharpura) વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ(Delhi Gate) પાસેના મંથન કોમ્પલેક્ષ (Manthan Complex)માં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, યુવતીના પ્રેમીએ માથામાં બોથડ પદાર્થ વડે હત્યા કરી તે ફરાર થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ ખાતે 209 મંથન કોમ્પ્લેક્ષની રિનોવેટ થતી ઓફિસમાંથી યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. તેમજ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, યુવતીનું નામ રીટા ઉર્ફે માધુરી છે. તેના માથામાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરવામાં આવી છે.

પ્રેમીએ બોથડ પદાર્થ મારી કરી હત્યા:
જાણવા મળ્યું હતું કે, રીટા ઉર્ફે માધુરી દેહવ્યાપારનો ધંધો કરતી હતી. તેથી વહેલી સવારે 4 થી 4:30 વાગ્યાના સુમારે મંથન કોમ્પ્લેક્ષમાં રિનોવેટ થતી ઓફિસમાં યુવતી તેના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા એકાંતવાળી જગ્યામાં પહોંચી હતી. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ તેના પ્રેમીએ માથમાં બોથડ પદાર્થ વડે માર મારી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

CCTVના આધારે તપાસ શરૂ:
ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. પોલીસ કોમ્પ્લેક્સ સહિત આસપાસના CCTV તપાસવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત આસપાસના લોકો પાસેથી પણ પૂછપરછ શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે, શુભમ્ રેસ્ટોરન્ટમાં કામ કરતો તેનો પ્રેમી કાલિયાએ જ તેની હત્યા કરી છે. જેને લઈ હાલ પોલીસ દ્વારા આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *