કરોડો રૂપિયા આપવા છતાં ફ્લેટ ન આપનાર બિલ્ડર સામે સરથાણાના રોકાણકારે કરી ચીટિંગની ફરિયાદ

સુરત(Surat): શહેરના મોટા વરાછા(Mota Varachha)ના એપલ લક્ઝરીયા પ્રોજેક્ટ(Apple Luxury Project)ના 11 ફ્લેટ ખરીદી ઠગાઈ નો ભોગ બનેલા જમીન વ્યવસાયીએ ઠગાઈકર્તાઓ સાથે થયેલી નાણાકીય લેવડ દેવડ…

સુરત(Surat): શહેરના મોટા વરાછા(Mota Varachha)ના એપલ લક્ઝરીયા પ્રોજેક્ટ(Apple Luxury Project)ના 11 ફ્લેટ ખરીદી ઠગાઈ નો ભોગ બનેલા જમીન વ્યવસાયીએ ઠગાઈકર્તાઓ સાથે થયેલી નાણાકીય લેવડ દેવડ અને અન્ય વાતચીતના વિડીયો જારી કરવામાં આવ્યા હતા. જમીન વ્યવસાયી સાથે થયેલી ઠગાઈની પોલીસ અરજી પણ કરવામાં આવી છે તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

વાત કરવામાં આવે તો શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા જમીન વ્યવસાયી ધર્મેશ સુતરીયાએ એપલ લક્ઝરિયામાં 11 ફલેટો ખરીદ્યા હતા. જેમાં તેને ડાયરી આપ્યા પછી દસ્તાવેજ ન કરી આપવા ઉપરાંત વાઈટના લેવડદેવડની જે શરતો કરવામાં આવી હતી તે પણ માન્ય રાખવામાં આવી નહોતી.

આ પ્રકારે તેની સાથે ઠગાઈ થતા તેણે ઠગાઈ કરનાર ધીરુભાઈ મનજીભાઈ હિરપરા, શ્રેયાંશ ધીરુભાઈ હિરપરા, રજની કાબરીયા, સુમિત ઓમપ્રકાશ ગોયેન્કા, ભરત ધરમશી ખેની, ચંપાબેન વિઠ્ઠલભાઈ માવાણી, મનસુખભાઈ કાળુભાઈ બોદર્યા, મકોડ પોપટભાઈ ભડીયાદરા અને કિશન મનસુખભાઈ બોદર્યા સામે 15 ડિસેમ્બર 2021 ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ 23 ફેબ્રુઆરી 2023 ના રોજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. તેમ છતાં પણ હજુ આ અરજી પર કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

ત્યારે ધર્મેશ સુતરીયા દ્વારા મીડિયાને એમણે કરેલા નાણાકીય વ્યવહારના કેટલાક વિડીયો જારી કર્યા હતા. જે પૈકી એક વીડિયોમાં તેને આડકતરી રીતે ધમકાવવામાં આવતા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે જોવાનો એ રહ્યું કે આ મામલામાં શું પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *