સુરત(ગુજરાત): સુરતના વરાછામાં એક યુવકે યુવતી સાથે પડાવેલા ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરી બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો બનાવ સામે આવ્યો છે. બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર યુવક વિરુધ બળાત્કારનો ગુનો નોંધી પોલીસે તપાસ શરુ કરી છે. જોકે ત્રણ વર્ષ બાદ કિશોરીએ પોલીસ ફરિયાદ નોંધાવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલ બળાત્કારનો ગુનો નોંધી વરાછા પોલીસે યુવકની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, મોબાઈલની દુકાન ચલાવતો અને એ.કે. રોડ પર શિવાંજલી સોસાયટીમાં રહેતા દર્શક દિનેશ ભંડારી નામનો યુવક છે. દર્શક એક 17 વર્ષની કિશોરીને એકાંતમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ સામે આવી છે. દર્શકની વાતમાં આવી જઈ કિશોરી પણ તેને મળવા માટે ગઈ હતી. જયારે દર્શકે કિશોરીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેણીને પકડી મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ દર્શક અવાર નવાર કિશોરીને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 2018 થી અત્યાર સુધી કિશોરી પર દુષ્કર્મ આચર્યું છે.
આ ઘટના અંગે જો કોઈને જાણ કરશે તો યુવતીને તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી છે. જોકે આ મામલે આખરે કિશોરીએ પરિવારના સભ્યોને વાત કરતાં પરિવારે તેને હિંમત આપી હતી. તેથી કિશોરીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધાયા પછી દર્શક દિનેશ ભંડારી વિરુધ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.