છ મહીના પછી ભેગા થયા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર.પાટીલ- થઇ શકે છે મહત્વની ચર્ચા

ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપ સંગઠન જોડાયેલું રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના બંગલે ભાજપ પક્ષના પ્રમુખ સીઆર પાટીલને મળ્યા હતા. આ ચર્ચા બંધ…

ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપ સંગઠન જોડાયેલું રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના બંગલે ભાજપ પક્ષના પ્રમુખ સીઆર પાટીલને મળ્યા હતા. આ ચર્ચા બંધ બારણે બે કલાક સુધી ચાલી હતી અને વિજય રૂપાણીએ સામેથી ચાલીને બાબતોની ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા.

આજે સવારે ૧૦ વાગ્યે સીઆર પાટીલ વિજય રૂપાણીના બંગલે પહોચી ગયા હતા અને ત્યાં તેમણે ચર્ચા કરી હતી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને છેલ્લે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત વખતે આ બંને નેતાઓને કડક સુચના આપવામાં આવી હતી કે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરે અને આગામી વિધાનસભાની ચુંટણીને લઈને આગળની કામગીરી હાથ ધરે.

ભારતીય જનતા પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર, વિજય રૂપાણી અને સીઆર પાટીલ એકબીજાની સાથે હરિફ તરીકે વર્તી રહ્યા છે. જેને કારને બંને નેતાઓ થયેલી ચર્ચાને તેઓ સાથે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. આ બેઠકમાં તેઓ ક્યાં મુદ્દા પર ચર્ચા કરી હશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આવનાર દિવસોમાં ભાજપ પાર્ટીના કાર્યક્રમોનું સરકારના કામોની અસર પડે તે માટે ચર્ચા થઇ હોઈ શકે.

ગત અઠવાડિયે સરકારના તમામ મંત્રીઓએ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરીને પોતાના વિભાગના કામો અંગેની સમીક્ષા કરી હતી અને તેમને લઈને વિજય રૂપાણી અને સીઆર પાટીલ વચ્ચે ચર્ચા થઇ હોઈ શકે. આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં થનારી આઇપીએસ અધિકારીઓની બદલી અંગે પણ વાતચીત કરી હોય તેવું સુત્રો દ્વારા જાણકારી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *