શરુ બસમાંથી નીચે ઉતરવું યુવકને મોંઘુ પડી ગયું- એક નાનકડી ભૂલના કારણે આવ્યો જીવ ગુમાવવાનો વારો- જુઓ વિડીયો

અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. રાજસ્થાન (Rajasthan)નાં બાડમેર (Barmer)માં એક યુવકને ચાલુ બસે(Bus) નીચે ઉતરવું મોંધુ પડ્યું હતું. અહીં, મોડી રાત્રે એક ખાનગી ચાલુ બસમાંથી ઉતરતી વખતે યુવક બસનાં ટાયર નીચે આવી ગયો હતો. આ દુર્ઘટનામાં માથું ફાટી જવાથી યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી(CCTV) પણ સામે આવ્યા છે. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ચાલું બસમાંથી યુવકને ઉતારતી વખતે થયો અકસ્માત:
મળતી માહિતી અનુસાર, જોધેશ્વર નગરના ભટાલાના રહેવાસી સતારામ (25) પુત્ર સોલારામ મોડી રાતે મજૂરી કામ કરીને બીકાનેરથી રાજકોટ જઈ રહેલી બસમાં બેસીને પોતાના ગામે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન મેગા હાઇવે ગામ પાસે 12 વાગે ખાનગી બસ ચાલકે ચાલું બસમાંથી યુવાનને નીચે ઉતાર્યો હતો. તેથી યુવકનો પગ લપસી ગયો હતો અને બસના આગળના ટાયર નીચે માથું આવી ગયું હતું.

બસના આગળના ટાયર નીચે માથું આવી જતા યુવકનું માથુ ફાટી ગયું હતું. તેથી 22 વર્ષીય યુવક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે મૃતદેહને ગુડામાલા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. તેમજ આ અંગે પોલીસ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

યુવક બાલોતરામાં જેસીબી ચાલવવાનું કામ કરતો હતો:
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકનો પરિવાર બીપીએલ છે. તેઓ બે ભાઈ છે. એક ભાઈ તેના માતા-પિતાથી અલગ રહેતો હતો. મૃતક યુવક તેના વૃદ્ધ માતા-પિતા સાથે રહેતો હતો. મૃતક બાલોતરામાં જેસીબી મશીન ચાલવવાનું કામ કરતો હતો. સોમવારે રાત્રે ખાનગી બસ દ્વારા ભટાલા ગામે પોતાના ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન યુવકને કાળ ભરખી ગયો હતો. હાલ તેના માતા-પિતાની સ્થિતિ કફોડી બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *