ક્રાઈમ સીટી સુરતમાં વધુ એક હત્યા! છેડતી કરનારને ઠપકો આપ્યો તો મળ્યું દર્દનાક મોત

સુરત (Surat) શહેરમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં મહિલાની છેડતી કરનાર યુવકને ઠપકો આપ્યો, તો તેના…

સુરત (Surat) શહેરમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં મહિલાની છેડતી કરનાર યુવકને ઠપકો આપ્યો, તો તેના બદલામાં ચપ્પુના ઘા ઝીંકી દર્દનાક મોત આપ્યું હતું. સુરત શહેરમાં દરરોજ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે, સુરત ‘ક્રાઈમ હબ’ બની ગયું છે. વધુ એક યુવકની હત્યા થતા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.

મળતી માહિતી અનુસાર પાંડેસરામાં મકાનચ માલિકની પત્નીની આરોપીએ છેડતી કરી હતી. જ્યારે યુવકે આ બદલ ઠપકો આપ્યો, તો સાત જેટલા ચપ્પુના ઘા જીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપી યુવકને કહ્યું હતું કે, ‘આજે રાત્રે તું રહેશે કે હું’. આ લબરમૂછિયોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. અહીંયા સૌથી મોટો સવાલ ઉભો થયો છે કે, આ હત્યારાઓને સજા મળશે કે નહીં? અને શું આવા બનાવો આવનારા સમયમાં પણ બનતા રહેશે? ક્યાં સુધી લોકોને ડરી ડરીને જીવવાનું?

મૃત વ્યક્તિની ઉંમર ૨૨ વર્ષની છે. તેમના માતા પિતા અને બે ભાઈ વતનમાં રહે છે. યુવક છેલ્લા ઘણા સમયથી સુરતની કંપનીમાં કામ કરતો હતો, અને પાંડેસરા જગન્નાથ નગરમાં એકલો જ રહેતો હતો. સોમનાથ ગુપ્તા નામના આરોપીએ, ગુરૂવારના રોજ બપોરના સમયે પાડોશમાં રહેતા મકાનન માલીકની પત્નીની છેડતી કરી હતી. જેને લઇ મૃતક યુવક કે, આરોપીને ઠપકો આપી તમાચો ઝીંકી દીધો હતો. અને ત્યારે જ આરોપી સોમનાથએ યુવકને ધમકી આપી હતી કે, ‘આજ સાંજ સુધીમાં કા તો તું રહીશ કા તો હું’.

જ્યારે રાતના સમયે યુવક જમીકારવી બેઠો હતો, ને ત્યાં સોમનાથ નામના આરોપીએ સાત જેટલા ચપ્પુના ઘા ઝીંકી ત્યાં ને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાને અંજામ આપે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *