વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દેવભૂમિ દ્વારકામાં યુવકે કર્યો આપઘાત, મરતા પહેલા કહી આ વાત- સોશીયલ મીડિયામાં વીડિયો વાયરલ

દ્વારકા(ગુજરાત): ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજરોજ ફરીએક વખત દેવભૂમિ દ્વારકાના (Dwarka) એક જિલ્લામાં જામખંભાળિયાના (Jamkhambhaliya) એક યુવાને પોતાના ઘરમાં જ…

દ્વારકા(ગુજરાત): ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજરોજ ફરીએક વખત દેવભૂમિ દ્વારકાના (Dwarka) એક જિલ્લામાં જામખંભાળિયાના (Jamkhambhaliya) એક યુવાને પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ યુવાને ગળેફાંસો ખાધા પહેલા એક સ્યુસાઈડ નોટ (Suicide note) પણ લખી છે અને તેને એક વીડિયો (Video) પણ બનાવ્યો છે. આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં તેણે જણાવ્યું છે કે, આ 2 વય્ક્તિઓ જ પોતાની આત્મહત્યા કરવા પાછળ જવાબદાર છે. પોલીસે આ સ્યુસાઈડ નોટ વાંચ્યાં બાદ આરોપીઓની અટકાયત કરી તપાસનો ધમધમાટ આરંભ્યો છે. જયારે મૃતકના ભાઈ સુનિલ ઉનડકટે પણ પોલીસ સમક્ષ આ ફરીયાદ નોંધાવી હતી.

ખંભાળિયા શહેરના રહેવાસી દિલીપભાઈ શાંતિલાલ ઉનડકટ નામના યુવાને પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ યુવાને ગળેફાંસો ખાતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી જેમાં તેને તેની આત્મહત્યા પાછળનું કારણ દર્શાવ્યું હતું અને કેટલીક વિગતો આપતો વીડિયો બનાવી તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

આ વીડિયોમાં તે યુવાને ત્રણ શખ્સ તેમજ કાયદાથી સંઘર્ષિત એક કિશોર દ્વારા અપાતા ત્રાસની દરેક વિગતો જાહેર કરી છે. રઘુવંશી દિલીપભાઈ શાંતિલાલ ઉનડકટ દ્વારા લખેલી સ્યુસાઈડ નોટ પોલીસે પોતાના કબ્જે કરી છે અને તેના દ્વારા જે વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે તેણે સોસિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચાવ્યો છે. 14 વર્ષ પહેલા જૂનાગઢમાં દિલીપભાઈના લગ્ન કરવામાં આવ્યા હતા. હાલમાં તેમને સંતાનમાં એક પુત્રી છે અને તેમની પત્ની રીસામણે છે.

મૃતકે પોતાના અંતિમ વીડિયોમાં જણાવ્યું હતું તે મુજબ તેણે થોડા સમય પહેલા જ સંજય નાથા ચોપડા, દેવા નાથા ચોપડા અને કાયદાથી સંઘર્ષિત એક કિશોર સાથે કોઈ બાબતે માથાકૂટ થઇ હતી અને ત્યાર બાદ દિલીપભાઈએ તે અંગે ફરીયાદ પણ નોંધાવી હતી. તે કેસ હાલમાં ચાલવા પર છે તેથી તેની ગત તારીખ 17ના રોજ મુદ્દત હતી. તે પહેલાં ઉપરોક્ત આ ત્રણેય વ્યક્તિ દિલીપભાઈના ઘેર રાત્રે આવ્યા હતા અને તેઓએ ધમકી આપતા કહ્યું હતું કે કોર્ટમાં તેઓની વિરુદ્ધ તે જુબાની આપશે. તો તેઓ ફરીથી તેના હાથપગ તોડી નાખશે, તેવી ધમકી આપવામાં આવી હતી.

ઉપરોક્ત ધમકી આપવાના કારણે ડરી ગયેલા હોવાથી દિલીપભાઈએ રાત્રે વીડિયો બનાવ્યો હતો અને ત્યાર બાદ તેને પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. વધુમાં તે યુવાને પોતાની પાસે પૈસા કે બીજી કોઈ વસ્તુ ન હોવાનો પણ વસવસો વ્યક્ત કર્યો છે. જયારે ઉપરોક્ત આ બનાવ પ્રકાશમાં આવ્યા પછી પોલીસ તાત્કાલિકપણે હરકતમાં આવી હતી અને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. dysp હીરેન્દ્ર ચૌધરી અને dysp નીલમ ગોસ્વામીના વડપણ હેઠળ પીઆઈ જુંડાલ તથા તેમની ટીમ હાલમાં તે અંગે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *