Rajkot (રાજકોટ): આપઘાતના કિસ્સામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. લોકો જીવનમાં આવતી મુશ્કેલીની સામે લડવાને બદલે તરતજ હાર માની લેતા જોવા મળે છે. જયારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. આ આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા જેતપુર શહેર માંથી સામે આવી છે.
જેતપુર શહેરમાં આવેલા ચોક વિસ્તારમાં રેડીમેડ કપડાંની દુકાન ધરાવતા રવિ સાતા નામના એક યુવકે તારીખ 07 માર્ચને મંગળવારના રોજ અગમ્ય કારણસર પોતાની જ દુકાનમાં ગળેફાંસો લગાવીને પોતાનું જીવન ટુકાવી લીધું હતું. જેતપુર સિટી પોલીસને ઘટનાની જાણ થતા તરત જ ઘટના સ્થળે આવી પહોચી હતી.
પોલીસને ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મા-બાપ, ભાઈ-બહેન અને મારી પત્ની સિદ્ધિ પણ મને માફ કરજો’ બસ આટલુજ લખીને રવિએ આપઘાત કરી લીધો હતો. મળેલી માહિતી અનુસાર રવિ મંગળવારે ઘરે જમીને દુકાને ગયો હતો. રવિ દુકાને ગયો હતો પરંતુ સાંજ સુધી દુકાન ન ખોલતા ઘરના સૌ કોઈ લોકો ચિંતામાં મૂકાય ગયા હતા.
ત્યારે રવિનો નાનો ભાઈ જોવા માટે દુકાને આવ્યો હતો. જયરે તે દુકાને આવ્યો ત્યારે દુકાન બહાર તાળું હતું પરંતુ રવિ દુકાનની અંદર હોય તેવું લાગી રહ્યું હતું અને તેથી રવિના નાના ભાઈ શટર ઘણું ખટખટાવ્યું હતું. પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા રવિનો નાનો ભાઈ ઘરે ગયો અને બીજી ચાવી લાવીને શટર ખોલ્યું ત્યારે ગળેફાંસો ખાધેલી હાલતમાં રવિ લટકતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ રવિના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો અને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં ડોક્ટરે મોતનું સચોટ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે બીજીબાજુ પોલીસે મૃતદેહની તલાસી દરમ્યાન પેન્ટના ખીસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મારા માં-બાપ મને માફ કરજો, મારા ભાઈ-બહેન મને માફ કરજો, મારી પત્ની સિધ્ધી તું પણ મને માફ કરજે. હજુ પોલીસને આપઘાત પાછળનું કોઈ કારણ મળ્યું નથી. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.